નવી દિલ્હી: 45 વર્ષથી બોલીવુડમાં ઘણી સુપર હિટ ફિલ્મો કરનારા, એક્શન હીરોવાળા સમયમાં પોતાના રોમેન્ટિક અંદાજથી સૌ કોઇના દિલ પર રાજ કરનારા અને પોતાના ખતરનાક વિલનવાળા કેરેક્ટરથી લોકોને પ્રભાવિત કરનારા ઋષિ કપૂર તેમની સારવાર માટે અમેરિકા જઇ રહ્યા છે. પોતાની સારવારને લઇ અમેરિકા જવાની જાણકારી ઋષિ કપૂરે ટ્વિટ પર આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે તેઓ તેમના કામથી થોડા સમય માટે રજા લઇ રહ્યાં છે. તેમણે તેમના ફેન્સને ચિંતા ન કરવાનું પણ કહ્યું છે.


બોલીવુડના વુધ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...