નવી દિલ્હી: વર્ષ 2018 સુધી સતત શો ચાલ્યો. આ શોનો છેલ્લો એપિસોડ 27 ઓક્ટોબર 2018ના રોજ ટેલિકાસ્ટ થયો હતો. C.I.D શોનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બંનેમાં સમાવવામાં આવ્યું છે. આ શોનું દરેક પાત્ર લોકોને પસંદ આવ્યું હતું. ભલે તે C.I.D.માં ACP પ્રદ્યુમન બનેલા અભિનેતા શિવાજી સાતમ હોય, અથવા તો દરવાજો તોડવામાં એક્સપર્ટ દયા હોય. આજે આપણે આ પાત્રો વિશે વાત કરીશું. સૌથી પહેલા વાત કરીએ શિવાજી સાતમની, જેમણે આ શોના પાયા સમાન ACP પ્રદ્યુમનનું પાત્ર ભજવ્યું હતું. તેમની ઉંમર 71 વર્ષ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુછ તો ગડબડ હે
તેમનો જન્મ 21 એપ્રિલ 1950 ના રોજ માહિમ મહારાષ્ટ્રમાં થયો હતો. આ શોમાં શિવાજી સાતમનો એક ડાયલોગ આખા દેશમાં ફેમસ થયો હતો. ‘કુછ તો ગડબડ હે દયા’. દરવાજો તોડવાની દયાની સ્ટાઈલ પણ કોણ ભુલી શકે. દેશનો આ પ્રખ્યાત શો આજે બંધ છે. શો આટલો પ્રખ્યાત થયા પછી પણ, લોકોને આ શોમાં આવતા સ્ટાર્સના વાસ્તવિક જીવન વિશે ભાગ્યે જ ખબર હશે. આજે અમે તમને આ સ્ટાર્સના અંગત જીવન વિશે જણાવીશું.


આ પણ વાંચો:- Anupama પર તૂટ્યો દુ:ખોનો પહાડ, આ કારણથી ઘર-પરિવાર છોડી ભાગી અનુપમા?


ACP પ્રદ્યુમનનું પાત્ર શિવાજી સાટમે ભજવ્યું હતું
શિવાજી સાટમે શોમાં ACP પ્રદ્યુમનની મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેને ઘર-ઘરમાં ખ્યાતિ અને લોકચાહના મળી હતી. બીજીબાજુ, સીનિયર ઈન્સ્પેક્ટર દયા અને અભિજીતની ભૂમિકાને પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી.


C.I.D માં સીનિયર ઈન્સ્પેક્ટર દયાની ભૂમિકા ભજવનાર અભિનેતાનું નામ દયાનંદ શેટ્ટી છે. જે મૈસુરના છે. દયાનંદની પત્નીનું નામ સ્મિતા અને પુત્રી વિવા છે. દયાનંદ કેટલીક ફિલ્મોમાં પણ દેખાઈ ચૂક્યા છે.


આ પણ વાંચો:- Aishwarya, Priyanka, Shilpa બધાએ ઉત્સાહમાં આવીને Plastic Surgery કરાવી, જુઓ પછી શું થયું


સિનિયર ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી રહેલા અભિજીતનું સાચું નામ આદિત્ય શ્રીવાસ્તવ છે. તેમણે સત્યાપંચ અને ગુલાલ જેવી ફિલ્મોમાં જબરદસ્ત અભિનય કર્યો છે. આદિત્યની પત્નીનું નામ માનસી શ્રીવાસ્તવ છે. આ દંપતીને બે પુત્રીઓ આરુષિ અને અદ્વિકા તથા એક પુત્ર છે.


ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સ ઉર્ફે ફ્રેડીના નામથી પ્રખ્યાત અભિનેતાનું નામ દિનેશ ફડનીસ છે. દિનેશ ફડનીસ મરાઠી ફિલ્મોના મોટા અભિનેતા છે. તેમણે સરફરોશ અને મેઘા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.


આ પણ વાંચો:- બોયફ્રેન્ડ સાથે પ્રેમ કરતી જોવા મળી આલિયા, વાયરલ થઈ બંનેના પ્રાઈવેટ મૂવમેન્ટની તસવીરો


શિવાજી સાટમે શોમાં ACP પ્રદ્યુમનનું પાત્ર ભજવ્યું હતું શિવાજી સાટમે બેંકમાં કેશિયર તરીકે પણ કામ કર્યું હતું. તેમની પત્નીનું નામ અરુણા છે તેમને એક પુત્ર અને એક પુત્રી છે.


શિવાજી સાટમે લગભગ 40 બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ શોનાં ઈન્સ્પેક્ટર સચિનનો રોલ ભજવનાર ઋષિકેશ પાંડેની પત્ની અને પુત્ર છે.


આ પણ વાંચો:- Chunky Pandey જીવે છે રાજાઓ વાળી જિંદગી! સંપત્તિ જાણીને ઉડી જશે હોશ, જાણો કઈ રીતે કરે છે કરોડોની કમાણી


ઈન્સ્પેક્ટર શ્રેયાની ભૂમિકા ભજવનાર અભિનેત્રીનું નામ જાનવી છેડા છે તેના પતિનું નામ નિશાન ગોપાલિયા છે. શોમાં પૂર્વીની ભૂમિકા ભજવનાર અંશા શઈદે 2015માં શોમાં એન્ટ્રી લીધી હતી. શ્રદ્ધા મુસલેએ આ શોમાં ડૉક્ટર તારિકાનું પાત્ર ભજવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube