યશ કંસારા, અમદાવાદઃ વર્ષે 2020માં એન્ટરટેમેન્ટ માટે લોકો OTT પ્લેટફોર્મ પર નિર્ભર રહ્યા હતા. લોકડાઉન દરમ્યાન પણ પહેલા લોકોએ ડાલગોના કોફી અને અન્ય ચેલેન્જ લીધા હતા. પરંતુ, ત્યારબાદ લોકો આ ચેલેન્જોથી કંટાળીની OTT પ્લેટફોર્મ તરફ આકર્ષિત થયા હતા. જ્યાં લોકોએ અલગ-અલગ વેબ સિરીઝ જોઈ હતી અને હજૂ પણ વધુ વેબ સિરીઝની રાહ જોઈ રહ્યા છે. ત્યારે, હવે આગામી વર્ષ 2021 પણ વેબ સિરીઝ રિલીઝ થશે જેના વિશે અમે તમને માહિતી આપી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. તાંડવ
અલી અબ્બાસની ટાંડવ વેબ સિરીઝ એમેઝોન પ્રાઈમ પર 15 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. ટાંડવ એક પોલિટીક્લ ડ્રામાથી ભરપુર વેબ સિરીઝ છે. જેમાં સેફ અલી ખાન, ડિમ્પલ કાપડીયા, તીગ્માંશું ધુલીયા અને કુમુદ મિશ્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ત્યારે, ટાંડવાના ટ્રેલરે અત્યારથી જ લોકોને તેને ફેન બનાવી દિધા છે.



2. ધ ફેમિલી મેન-2
જે લોકો અગાઉ એમેઝોન પ્રાઈમ પર ફેમિલી મેન વેબ સિરીઝ જોઈ હશે તેમને ખબર જ હશે કે આ સિરીઝે ક્લાઈમેક્સ માટે કેવું સસ્પેન્સ ઉભું કર્યું છે. તે સમયથી જ લોકો ફેમિલી મેનના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. ફેમિલી મેનના બીજા ભાગમાં મુખ્ય ભૂમિકામાં મનોજ બાજપાઈ તો રહેશે જ પણ પાર્ટ 2માં શરદ કેલકર અને ગુલ પનાગ જેવા એક્ટર્સ પણ જોવા મળશે. ત્યારે, ફેમિલી મેન 2ની રિલીઝ દેટ પર પણ હાલ સસ્પેન્સ બની રહ્યું છે.



3. મુંબઈ ડાયરીઝ 26/11
આ સિરીઝનો ફર્સ્ટ લૂક મુંબઈ એટેકની 12મી એનીવર્સરીના દિવસે રિલીઝ કરવામાં આવ્યા હતો. આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. જેમાં મોહિત રૈના, કોંક્ણા સેન શર્મા, ટીના દત્તા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝ માર્ચ 2021નમાં રિલીઝ થશે.



4. ધ ટેસ્ટ કેસ સિઝન 2
ટેસ્ટ કેસની પ્રથમ સિઝનમાં અભિનેત્રી નિમ્રત કોરે કેપ્ટન શીખા શર્માના રોલમાં ખૂબ વાહ વાહી મેળવી હતી. ત્યારે આ સિરીઝના બીજી સીઝનમાં હર્લીન શેઠી લીડ રોલમાં જોવા મળશે જે એક બહાદુર આર્મી ઓફિસરનો રોલ નીભાવશે. આ સિરીઝની રિલીઝ ડેટને લઈ હજૂ મેકર્સમાં અસમંજસ છે.



5. આર્યા 2
આર્યા વેબ સિરીઝથી બોલિવૂડ એક્ટ્રેસ સુશમિતા શેને વેબ સિરીઝની દુનિયામાં ડેબ્યું કર્યું હતું. જેને લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. આ વેબ સિરીઝ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. પ્રથમ સિઝન સફળ રહેતા મેકર્સે બીજી સિઝન બનાવાની જાહેરાત કરી હતી. જે ટૂંક સમયમાં આવશે.



6. ઝિદ
અમિત સાધ, અમૃતા પુરી અને અલી ગોની અભિનીત વેબ સિરીઝ કાર્ગીલ યુદ્ધના હીરો મેજર દિપેન્દ્રસિંહ સેન્જરના જીવનથી પ્રેરાઈ છે. આ વેબ સીરીઝ 22 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.