નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને જાણીતા ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પોર્ન મૂવીઝ બનાવવાનો અને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ આ મામલે ઝડપી કાર્યવાહી કરી રહી છે. હાલમાં આ મામલે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ મોડેલ ગેહના વશિષ્ઠ (Gehana Vasisth) તેના સમર્થનમાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ કુન્દ્રાના સમર્થનમાં આવી ગેહના વશિષ્ઠ
રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ બાદ મોડેલ ગેહના વશિષ્ઠે (Gehana Vasisth) પોતાનું નિવેદન જાહેર કર્યું છે. તેણે વીડિયો બનાવીને લોકોની સામે પોતાનો પક્ષ મૂક્યો છે. તમને જણાવી દઇએ કે, ફેબ્રુઆરી મહિનામાં મુંબઇ પોલીસે આજ કેસમાં માલાડના Madh માં મોડેલ ગેહના વશિષ્ઠની ધરપકડ કરી હતી. તેની ઉપર પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાનો આરોપ છે. હમણાં તે જામીન પર બહાર છે.


આ પણ વાંચો:- રાજ કુન્દ્રા આ અભિનેત્રીઓ સાથે બનાવતો હતો પોર્ન ફિલ્મ, આ પ્રોજેક્ટમાં કામ કર્યાનો દાવો


ગેહના વશિષ્ઠ રાખ્યો પોતાનો પક્ષ
મોડલ ગેહના વશિષ્ઠે (Gehana Vasisth) હવે આ બાબતે વાત કરતા કહ્યું, 'મારે એટલું જ કહેવું છે કે કોઈ પોર્ન બનાવતું નથી. નોર્મલ વીડિયો હતા જેવા કે એકતા કપૂર 'ગંદી બાત' બનાવે છે અને એવી ઘણી ફિલ્મો છે, જેમાં બોલ્ડ કન્ટેન્ટ હોય છે. તેમાં તેમ છતાં ઓછું બોલ્ડનેસ છે. તે કહેવું ખોટું છે કે આટલા બધા વીડિયો મળ્યા, પહેલા તે જોવું જોઈએ કે તે પોર્ન છે કે નહીં. કોઈ પણ એવો વીડિયો અમારો પોર્નની કેટેગરીમાં આવતો નથી. 18 વર્ષથી ઉપરના બધા લોકો પોર્ન અને એરોટિકા વચ્ચેના તફાવતને સમજી શકે છે. મને મુંબઈ પોલીસ પર વિશ્વાસ છે. વસ્તુઓ ખોટી બતાવી ન જોઈએ. સત્ય બતાવવું જોઇએ. કેટલાક લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સામાન્ય બોલ્ડ વીડિયો છે અને તે પોર્ન નથી. શિલ્પા શેટ્ટીનું વારંવાર નામ લેવામાં આવી રહ્યું છે. હું દરેકને વિનંતી કરું છું કે એરોટિકાને પોર્ન સાથે મિક્સ ના કરવામાં આવે.


આ પણ વાંચો:- શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, જાણો શું છે ઘટના


પાંચ મહિના સુધી જેલમાં રહી ગેહના વશિષ્ઠ
ગેહના વશિષ્ઠે (Gehana Vasisth) અશ્લીલ વીડિયો કેસમાં પોતાનો ખુલાસો આપતાં કહ્યું કે એરોટિકા અને પોર્ન વચ્ચે કન્ફ્યૂઝનના કારણે તે પાંચ મહિના સુધી જેલમાં બંધ હતી. તે પણ ખૂબ બીમાર પણ થઈ. પોલીસે તેનો ફોન અને લેપટોપ જપ્ત કરી લીધું હતું. તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આવી સ્થિતિમાં, તેની વિનંતી છે કે સાચી વાત બતાવી અને દેખાળવી જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube