નવી દિલ્હી : ક્રિસમસ પછી કરીના કપૂર ખાન અને અક્ષયકુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) દર્શકો માટે ખુશખબર જેવી છે. ફિલ્મમાં ડિરેક્ટર રાજ મહેતાએ ઇમોશનલ ટચ પણ આપ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar), કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને કિયાર અડવાણી (Kiara Advani) મુખ્ય ભુમિકામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરીના કપૂરે લગ્નના સાત વર્ષ પછી પણ માતા ન બની શકવાના દુખને પડદા પર રજૂ કર્યું છે. દિલજીત અને કિયારાને પડદા પર અક્ષય અને કરીના કરતા ઓછો સમય મળ્યો છે પણ તેમણે ભરપુર મનોરંજન કર્યું છે. ફિલ્મમાં દિલજીતે બરાબર ટક્કર આપી છે. કિયારાએ ફિલ્મમાં દિલજીતની પંજાબી પત્નીનો રોલ કર્યો છે અને તેની બોલવાની સ્ટાઇલ તેમજ બોડી લેન્ગવેજને કિયારાએ આબાદ ન્યાય આપ્યો છે. 


કંગના રનૌતની Panga વિશે ડિરેક્ટરે કહી મોટી વાત, સમાજના દરેક ઘર સાથે ખાસ કનેક્શન


શું છે વાર્તા?
ગુડ ન્યૂઝની વાર્તા મુંબઈના સોફિસ્ટિકેટેડ કપલ વરૂણ બત્રા અને દિપ્તી બત્રાની છે. તેમના લગ્નને સાત વર્ષ થઈ ગયા છે પણ બહુ પ્રયાસ પછી પણ તેઓ માતા-પિતા નથી બની શકતા. વરૂણ અને દિપ્તી આખરે આઇવીએફથી માતા-પિતા બનવા તૈયાર થાય છે. જોકે હોસ્પિટલમાં સ્પર્મ એક્સચેન્જ થઈ જતા પરિસ્થિતિ વિકટ બની જાય છે અને તેમનું જીવન દિલજીત અને કિયારા સાથે જોડાઈ જાય છે. આ ફિલ્મમાં કોમેડીને ઇમોશનલ ટચથી દર્શાવવામાં આવી છે. ફિલ્મનું એડિટિંગ એકદમ ટાઇટ છે અને ફિલ્મની દરેક ક્ષણ તમને બાંધી રાખે છે. ફિલ્મનો વિષય બહુ ગંભીર છે પણ એને બહુ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મના ગીતો ક્રિસમસ તેમજ ન્યૂ યરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે અને ભારે લોકપ્રિય બની રહ્યા છે. 


આ એક્ટર પર ફિદા થઈ ગઈ છે શ્રીદેવીની દીકરી જાન્હવી, ખુલ્લેઆમ કર્યું એલાન


જોવાય કે નહીં?
જો તમે અક્ષય કુમારના ચાહક હો અને કોમેડી ફિલ્મ જોવાનું પસંદ હોય તો ચોક્કસ આ ફિલ્મ જોવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક