અમદાવાદ :બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar), કરીના કપૂર ખાન (Kareena Kapoor), દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને કિયારા અડવાણીની ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) નું નવુ ગીત રિલીઝ થયું છે. ગીત ‘સૌદા ખરા ખરા..’ (Sauda Khara Khara) રિલીઝ થતા જ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીતમાં દિલજીત અને કિયારાની મસ્તી જોવાલાયક છે. ગીતને વધુ દમદાર બનાવવા મટે અક્ષય કુમારની જબરદસ્ત એન્ટ્રી એડ કરવામાં આવી છે. એટલું જ નહિ, અક્ષય કુમાર ઘોડા પર તથા પર જમીન પર આળોટીને નાગીન ડાન્સ (Nagin Dance) કરતો નજરે ચઢ્યો છે. તો સાથે જ અક્ષયે સુખવિંદરના ભાંગડાની સ્ટાઈલ પણ કરી છે. જોકે, આ ગીતમાં કરીના કપૂર ક્યાંય દેખાઈ નથી રહી. 


શું નેતા શૈલેષ પરમાર એટલા વ્યસ્ત છે કે ભોગ બનનાર પરિવારની વેદના સાંભળવા પણ તૈયાર નથી??


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, સૌદા ખરા ખરા ગીત ગાયક સુખબીરનું સુપરહીટ નંબર છે. વર્ષોથી આ ગીત લોકોને નાચવા માટે મજબૂર કરે છે. લગ્ન હોય કે પાર્ટી આ ગીત હંમેશા ટોપ નંબર્સમાં હોય છે. આ નવા ગીતને અવાજ પણ સુખબીરે પણ આપ્યો છે. તો ગુડ ન્યૂઝ ફિલ્મમાં આ ગીત તદ્દન અલગ લાગે છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર અને કરીના કપૂરની આ ફિલ્મ 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. 


ગુજરાત પોલીસ જેને શોધી રહી છે, તે નફ્ફટ નિત્યાનંદ પોતાનો અલગ દેશ બનાવીને બેઠો છે