શું નેતા શૈલેષ પરમાર એટલા વ્યસ્ત છે કે ભોગ બનનાર પરિવારની વેદના સાંભળવા પણ તૈયાર નથી??

અમદાવાદના મેમનગમાં થયેલા હિટ એન્ડ રન કેસ (Hit and Run) ને બે દિવસ થઈ ગયા પણ દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેષ પરમાર ((MLA Shailesh Parmar) હજુ સુધી પીડિત પરિવારને મળ્યા નથી. MLA શૈલેષ પરમારની ગાડી હતી તે વાત સાબિત થઈ ચૂકી છે. શૈલેષ પરમારનો ડ્રાઈવર પણ પકડાઈ ચૂક્યો છે પણ નેતાજી હજુ પીડિત પરિવાર પાસે પહોંચ્યા નથી. નેતાજી પીડિત પરિવારની વેદના પણ સાંભળવા તૈયાર નથી. નેતાજી શૈલેષ પરમાર તમને નેતા આજ જનતાએ બનાવ્યા છે, એવું તો શું કારણ છે કે તમે હજુ સુધી પીડિત પરિવારને મળવા ગયા નથી. જેમના પરિવારનો સભ્ય આ દુનિયા છોડીને જતો રહ્યો છે તેમને પૂછો નેતાજી શૈલેષ પરમાર તેમના પર શું વીતી રહી છે. 
શું નેતા શૈલેષ પરમાર એટલા વ્યસ્ત છે કે ભોગ બનનાર પરિવારની વેદના સાંભળવા પણ તૈયાર નથી??

અમદાવાદ :અમદાવાદના મેમનગમાં થયેલા હિટ એન્ડ રન કેસ (Hit and Run) ને બે દિવસ થઈ ગયા પણ દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેષ પરમાર ((MLA Shailesh Parmar) હજુ સુધી પીડિત પરિવારને મળ્યા નથી. MLA શૈલેષ પરમારની ગાડી હતી તે વાત સાબિત થઈ ચૂકી છે. શૈલેષ પરમારનો ડ્રાઈવર પણ પકડાઈ ચૂક્યો છે પણ નેતાજી હજુ પીડિત પરિવાર પાસે પહોંચ્યા નથી. નેતાજી પીડિત પરિવારની વેદના પણ સાંભળવા તૈયાર નથી. નેતાજી શૈલેષ પરમાર તમને નેતા આજ જનતાએ બનાવ્યા છે, એવું તો શું કારણ છે કે તમે હજુ સુધી પીડિત પરિવારને મળવા ગયા નથી. જેમના પરિવારનો સભ્ય આ દુનિયા છોડીને જતો રહ્યો છે તેમને પૂછો નેતાજી શૈલેષ પરમાર તેમના પર શું વીતી રહી છે. 

જાગો નેતાજી શૈલેષ પરમાર, જાગો...
મૃતકનાં નાનાં બાળકોને પૂછો હવે તેમના માથે હાથ કોણ ફેરવશે. શું નેતાજી શૈલેષ પરમારની સંવેદનહીતા મરી પરવારી છે. પીડિત પરિવારની એક વાર તો નેતાજી શૈલેષ પરમાર વેદના સાંભળો. મેમનગર વિસ્તારના વિવેકાનંદ સર્કલ પાસે રોડ ઉપર સોમવારે સાંજે પોણા સાત વાગ્યે હિટ એન્ડ રનની ઘટના બની હતી. એઈસી બ્રિજ તરફથી ભગીરથ રોડ થઇ વિવેકાનંદ સર્કલ તરફ 100ની સ્પીડથી પુરઝડપે દોડતી એક ઈનોવા કાર જેની ઉપર ‘MLA ગુજરાત’ લખેલું હતુ તેણે સાંજના સમયે એક જ્યુપીટર ચાલકને ટક્કર મારી ફરાર થઇ હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 42 વર્ષીય પ્રફુલ પટેલને ટક્કર વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા પણ ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. પ્રફુલભાઈના મોતથી તેમના પત્ની અને બે બાળકો નોંધારા બન્યા છે. જોકે નેતાજી એટલા વ્યસ્ત છે કે ભોગ બનનાર પરિવારની વેદના સાંભળવા પણ તૈયાર નથી. શું સામાન્ય નાગરિક નેતાજીની કાર નીચે કચડાઈને મરી જાય તો તેની વેદના સાંભળવા વાળુ કોઈ નથી. જાગો નેતાજી શૈલેષ પરમાર, જાગો...

મૃતકના પરિવારનો આક્ષેપ, ‘ગાડી ડ્રાઈવર નહિ, પણ ધારાસભ્ય શૈલેષ પરમારનો પુત્ર ચલાવતો હતો’

મૃતકની પત્નીનો વિલાપ
ખેતી કરીને પરિવારનું પેટ ભરનાર પ્રફુલ પટેલના પત્નીએ વિલાપ કરતા કહ્યું હતું કે, હવે અમે કેવી રીતે જીવીશુ, કેવી રીતે ખાઈશું, મારા બાળકોને કેવી રીતે મોટા કરીશ. મારા પતિને સમયસર સારવાર મળી હોય તો તે આજે જીવતા હોત. ડ્રાઈવર તો ફરાર થઈ ગયો હતો. ત્યાં નજીક કોઈ મારા પતિને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અમે ખેતીવાડી કરતા હતા, હવે અમે ગુજરાન કેવી રીતે ચલાવીશું. અમારો આરામ તેણે છીનવી લીધું છે, અને તે ફોન પર અમને કહે છે કે હુ હાલ આરામ ફરમાવી રહ્યો છું.  

પુત્રએ આક્ષેપ કર્યો...
ન્યાય માંગી રહેલા પ્રફુલભાઈના પુત્રએ જણાવ્યું કે, અમે કાલે કેસ કર્યો હતો પણ આગળ હજી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. રાજનીતિવાળા કેસ દબાઈ રહ્યા છે. ચલાવનાર મિનીમમ 100ની સ્પીડે ગાડી ચલાવી રહ્યો હતો, તેથી કોઈ ડ્રાઈવર આવી સ્પીડે ગાડી ન ચલાવી શકે. કાં તો શૈલેષ પરમાર ખુદ હોય, અથવા તેમનો પુત્ર ગાડી ચલાવી રહ્યો હોઈ શકે. ધારાસભ્ય અમને મળવા આવ્યા નથી જે સૌથી મોટું પ્રુફ છે કે તે ગુનામાં છે. ધારાસભ્ય પોતાના પુત્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અથવા તો પરિવારનો કોઈ સદસ્ય ચાલક હોઈ શકે છે. પોલીસ આ સમગ્ર મામલામાં પોલીસ રાજકીય નેતાને છાવરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news