અમેરિકન સિંગર બીબી કિંગનો 94મો જન્મદિવસ, ગૂગલે ડૂડલ બનાવીને આ રીતે આપી શ્રદ્ધાંજલિ
તેમને સંગીતને પહેલાં `Beale Street Blues Boy` ના નામથી બોલાવવા લાગ્યા, જેને પછી નાનું કરી `Bee Bee` અને `B.B` કરી દેવામાં આવ્યું. બસ અહીંથી જ તેમનું નામ બીબી કિંગ પડી ગયું. 1949માં તેમણે પોતાના પહેલું ગીત થ્રી ઓ ક્લોક બ્લૂઝ ગીતનું રેકોર્ડિંગ કર્યું.
નવી દિલ્હી: ગૂગલે 16 સપ્ટેમ્બરના રોજ આઇકોનિક અમેરિકન સિંગર બીબી કિંગને તેમના 94મા જન્મદિવસે ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી છે. કિંગ ઓફ બ્લ્યૂઝના નામથી જાણિતા સિંગર બીબી કિંગ ફોટોમાં ગિટાર પકડીને પોતાના અસલ પાત્રમાં જોવા મળી રહ્યા છે.
ડૂડલ વેડિયો ફોર્મેટમાં બનાવવામાં આવ્યો છે. 2 મિનિટ 10 સેકન્ડના વીડિયોમાં બીબી કિંગની સંપૂર્ણ સફરને બતાવવામાં આવી છે. બીબી કિંગનો જન્મ 1925માં મિસિસિપીના ઇત્તા બેના શહેરમાં થયો હતો. બીબે કિંગે કેરિયરની શરૂઆત મિસિસિપીના જ ઇન્ડીયાનોલામાં એક કોટન કાઢવાની ફેક્ટરીમાં કામ કરી શરૂ કરી હતી.
પરંતુ સંગીત પ્રત્યે તેમનો પ્રેમ શરૂથી જ હતો. તે ચર્ચમાં ગોસ્પેલ ગાતા હતા. સંગીત પ્રત્યે પોતાની આ પેશનને તેમણે આગળ વધારવાનું વિચાર્યું અને જ્યૂક જોઇન્ટ્સ અને લોકલ રેડિયોમાં કામ શરૂ કર્યું.
તેમને સંગીતને પહેલાં 'Beale Street Blues Boy' ના નામથી બોલાવવા લાગ્યા, જેને પછી નાનું કરી 'Bee Bee' અને 'B.B' કરી દેવામાં આવ્યું. બસ અહીંથી જ તેમનું નામ બીબી કિંગ પડી ગયું. 1949માં તેમણે પોતાના પહેલું ગીત થ્રી ઓ ક્લોક બ્લૂઝ ગીતનું રેકોર્ડિંગ કર્યું.
તેમના કેટલાક મશહૂર મ્યૂઝિક આલ્બમમાં સિંગિંગ ધ બ્લૂઝ, સિંગ્સ સ્પિરિચુઅલ્સ, માઇ કાઇન્ડ ઓફ બ્લૂઝ અને ઇન્ડિયાનોલા મિસિસિપી સીડ્સ એકદમ મશહૂર છે. 14 મે 2015ના રોજ લોગ વેગસમાં 89ની ઉંમરમાં બીબી કિંગે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. ગૂગલ ડૂડલ પેજના અનુસાર બીબી કિંગના ડૂડલ પેજના અનુસાર બીબી કિંગ રોક-બેસ્ડ ગેસ્ટ આર્ટિસ્ટ સ્ટીવ સ્પેંસર અને બ્રુકલિન-બેસ્ડ ગેસ્ટ એનિમેટર નયેલી લૈવેનડેરોસે મળીને બનાવ્યું છે.