એક સમય હતો ગોવિંદાએ ઠુકરાવી હતી દેવદાસ અને તાલ જેવી ફિલ્મો, હવે કમબેક માટે નથી મળતી એક પણ ફિલ્મ
Golden Period Of Govinda: એક સમય હતો જ્યારે 15 દિવસમાં તેના માટે 50 ફિલ્મો સાઇન થતી. ગોવિંદાનો સમય હતો ત્યારે દરેક ફિલ્મ મેકર પોતાની ફિલ્મમાં તેને લેવા માટે પડા પડી કરતા હતા. તે સમયે તેણે સંજય લીલા ભણસાલીની દેવદાસ અને તાલ જેવી સુપરહિટ સાબિત થયેલી ફિલ્મો પણ રિજેક્ટ કરી દીધી હતી.
Golden Period Of Govinda: હિન્દી સિનેમામાં એવું કહેવાય છે કે દરેક કલાકારનો એક સમય હોય છે. તે સમય દરમિયાન તેના નામનો ડંકો વાગે છે. આવો જ સમય 90 ના દાયકામાં બોલીવુડના એક્ટર ગોવિંદાનો હતો. આ સમય દરમિયાન તેણે પોતાની ફિલ્મોથી ધમાલ મચાવી દીધી હતી. પરંતુ આજે તેનો સમય પૂરો થઈ રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ સલમાન ખાન સાથે પાર્ટનર આવી હતી. આ ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઈ અને ત્યાર પછી તેઓ એક પણ ફિલ્મમાં જોવા મળ્યા નથી. જ્યારે ગોવિંદાનો સમય હતો ત્યારે તેણે સંજય લીલા ભણસાલી જેવા ફિલ્મ મેકરની ફિલ્મો પણ રિજેક્ટ કરી દીધી હતી. હવે તેને એક ફિલ્મ પણ મળવી મુશ્કેલ થઈ ગઈ છે.
આ પણ વાંચો:
સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા છે રામ ચરણની, આ ખેલાડીનો કરવો છે રોલ
બોલીવુડ છોડી સાઉથ તરફ આગળ વધી મૃણાલ ઠાકુર, હૈદરાબાદમાં ખરીદ્યું નવું ઘર
સુકેશ ચંદ્રશેખરના જીવન પર બનશે ફિલ્મ, ફિલ્મી પડદે જોવા મળશે તેની લવસ્ટોરી
ગોવિંદાએ પોતાના સમયમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી પણ સુપરહીટ રહી હતી. એક સમય પછી તેની ફિલ્મો ફ્લોપ થવા લાગી અને તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો. પરંતુ તેને રાજકારણમાં પણ સફળતા ન મળી. એક મુલાકાત દરમિયાન તેને પોતે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે બે અઠવાડિયામાં તે 50 જેટલી ફિલ્મો સાઇન કરી લેતો હતો. ગોવિંદાનો સમય હતો ત્યારે દરેક ફિલ્મ મેકર પોતાની ફિલ્મમાં તેને લેવા માટે પડા પડી કરતા હતા. પરંતુ હવે તેનો સમય પૂરો થઈ ગયો હોય તેમ તે એક ફિલ્મ માટે પણ રાહ જોઈ રહ્યા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ તાલ અને દેવદાસ જેવી સુપહિટ ફિલ્મો પણ ગોવિંદાને ઓફર થઈ હતી. પરંતુ તે સમયે તાલ અને દેવદાસ બંને ફિલ્મોને ગોવિંદાએ રિજેક્ટ કરી દીધી હતી. સંજય લીલા ભણસાલીએ ગોવિંદાને ચુન્નીલાલના પાત્ર માટે ઓફર કરી હતી. ત્યાર પછી આ રોલ જેકી શ્રોફે કર્યો હતો. તાલ ફિલ્મમાં અનિલ કપૂરનો રોલ ગોવિંદાને ઓફર થયો હતો પરંતુ આ રોલ પણ તેણે રિજેક્ટ કર્યો.
ત્યાર પછી ગોવિંદા સલમાન ખાન સાથે પાર્ટનર ફિલ્મમાં જોવા મળ્યો પરંતુ તે ફિલ્મ સફળ રહી નહીં અને ત્યાર પછી આવેલી ગોવિંદા ની બધી જ ફિલ્મો ફ્લોપ થવા લાગી. ત્યારથી ગોવિંદા પર બ્લોક થવાનું ટેગ લાગી ગયું હતું. હવે સ્થિતિ એવી છે કે તે સલમોમાં કમ બેક કરવા માટે તૈયાર છે પરંતુ તેની પાસે એક ફિલ્મની ઓફર પણ નથી.