Gufi Paintal Passed Away: મહાભારતના શકુનીમામા ગુફી પેઈન્ટલે દુનિયાને કરી અલવિદા, લાંબી બીમારી બાદ નિધન
મનોરંજન જગતથી ખુબ હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મહાભારત સિરિયલમાં શકુનીમામાની ભૂમિકા ભજવનારા દિગ્ગજ અભિનેતા ગુફી પેન્ટલ હવે આ દુનિયામાં નથી રહ્યા. લાંબી બિમારી બાદ ગુફી પેઈન્ટલનું નિધન થયું છે. અભિનેતાના મોતના સમાચારથી ટીવી અને સિનેમા જગતમાં સન્નાટો વ્યાપી ગયો છે.
Gufi Paintal Passed Away: મનોરંજન જગતથી ખુબ હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મહાભારત સિરિયલમાં શકુનીમામાની ભૂમિકા ભજવનારા દિગ્ગજ અભિનેતા ગુફી પેન્ટલ હવે આ દુનિયામાં નથી રહ્યા. લાંબી બિમારી બાદ ગુફી પેઈન્ટલનું નિધન થયું છે. અભિનેતાના મોતના સમાચારથી ટીવી અને સિનેમા જગતમાં સન્નાટો વ્યાપી ગયો છે.
અભિનેતા ગુફી પેઈન્ટલ બીમારીના કારણે લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમી તબિયત ઘણા દિવસથી નાજુક હતી. ડોક્ટર્સે તેમની સારવારમાં કોઈ કમી છોડી નહતી. પરંતુ આજે સવારે મુંબઈની હોસ્પિટલમાં 78 વર્ષની ઉંમરે ગુફી પેઈન્ટલે છેલ્લા શ્વાસ લીધા અને હંમેશા માટે આ દુનિયાને અલવિદા કરી દીધી. મળતી માહિતી મુજબ તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે અંધેરી ખાતે કરવામાં આવશે.
ગુફી પેઈન્ટલને લોકો મહાભારત ટીવી સિરિયલના શકુનીમામા તરીકે ઓળખતા હતા. તેમની મોટી ફેન ફોલોઈંગ હતી. પરંતુ ગુફી પેઈન્ટલ અભિનેતા બન્યા તે પહેલા સેનામાં હતા. તેમના ભાઈ અમરજીત પેઈન્ટલ પહેલેથી જ બોલીવુડમાં કાર્યરત હતા. આવામાં ભાઈને જોઈને ગુફી પેઈન્ટલ પણ મુંબઈ આવી ગયા અને અભિનેતા તરીકે પોતાની ઓળખ બનાવી.
આ ટીવી શોમાં કર્યું કામ
ગુફી પેઈન્ટલે મહાભારત સહિત અનેક સિરિયલોમાં કામ કર્યું હતું. અકબર બિરબલ, સીઆઈડી, અને રાધાકૃષ્ણ જેવી સિરિયલોમાં તેઓ જોવા મળ્યા હતા. પરંતુ ગુફીને અસલ ઓલખ બી આર ચોપડાની સિરિયલ મહાભારતથી મળી. મહાભારતના શકુનીમામાની ભૂમિકા ભજવીને તેઓ ઘરે ઘરે જાણીતા બની ગયા. આજે પણ લોકો તેમને શકુનીમામા તરીકે ઓળખે છે. તેમની ભૂમિકા તેમની ઓળખ બની ગઈ.
ફિલ્મોની વાત કરીએ તો ગુફી પેઈન્ટલે દાવા, સુહાગ, દેસ પરદેસ, ધૂમ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનયથી દરેકના મન જીત્યા હતા. ગુફી પેઈન્ટલે ટીવી અને ફિલ્મો ઉપરાંત કાસ્ટિંગ ડાઈરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. તેમનો છેલ્લો શો સ્ટાર પ્લસ પર જય કન્હૈયા લાલ કી હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube