મુંબઈ : જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર વિપુલ અમૃતલાલ શાહ સંખ્યાબંધ ગુજરાતી નાટક ડિરેક્ટ કરી ચૂક્યા છે જેને દર્શકોએ વખાણ્યા પણ છે. હવે 9 વર્ષના ઈંતજાર બાદ વિપુલ શાહના ડિરેકશનનો જાદૂ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર પણ જોવા મળવાનો છે. બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહ 'નમસ્તે ઈંગ્લેન્ડ' સાથે નવ વર્ષના લાંબા બ્રેક બાદ હવે ડિરેક્શનમાં કમબેક કરી રહ્યા છે. ડિરેક્ટર તરીકે છેલ્લે વિપુલ શાહે 2010માં 'એક્શન રિપ્લે' ફિલ્મ કરી હતી. હવે 9 વર્ષ બાદ વિપુલ શાહ ફરી એકવાર ડિરેક્શન પર હાથ અજમાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે વિપુલ શાહની ફિલ્મ 'નમસ્તે ઈંગ્લેન્ડ'નું શૂટિંગ 75 કરતા વધુ સ્થળો પર થયું છે. 'નમસ્તે ઈંગ્લેન્ડ' જે ફિલ્મની સિરીઝ છે તે 'નમસ્તે લંડન' પણ વિપુલ શાહે જ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને વિવેચકોની સાથે સાથે દર્શકોએ પણ વખાણી હતી અને ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શનના મામલે પણ હિટ સાબિત થઈ હતી. વિપુલ શાહ આ વખતે 'નમસ્તે લંડન'ની બીજી કડીમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા સાથે 'નમસ્તે ઈંગ્લેન્ડ'ને લઈ તૈયાર છે.


'નમસ્તે ઈંગ્લેન્ડ' એક લેટેસ્ટ લવ સ્ટોરી છે. જેમાં બે વ્યક્તિ જસમીત અને પરમની લાઈફ દર્શાવાઈ છે. ફિલ્મ ઈન્ડિયા અને યુરોપના દિલકશ લેન્ડસ્કેપમાં શૂટ થઈ છે.  ફિલ્મની શરૂઆત પંજાબના લુધિયાણાથી થાય છે. અને અંત સુધીમાં ફિલ્મમાં અમૃતસર, ઢાકા, પેરિસ, બ્રસેલ્સ, લંડન સુધીની સફર છે. 'નમસ્તે ઈંગ્લેન્ડ' 19 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...