Gulshan Kumar Murder Case: મ્યુઝિક કમ્પોઝર નદીમ સૈફી પરત આવવા માગે છે ભારત, આટલા વર્ષો બાદ પણ દયનીય સ્થિતિ
12 ઓગસ્ટ 1997ના દિવસે ટી-સિરીઝના માલિક ગુલશન કુમારની મુંબઈના સાઉથ અંધેરી વિસ્તારમાં જિતેશ્વર મંદિર વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હવે ફરી ગુલશન કુમારનો હત્યાકાંડ ચર્ચામાં આવ્યો છે.
નવી દિલ્હી: 12 ઓગસ્ટ 1997ના દિવસે ટી-સિરીઝના માલિક ગુલશન કુમારની મુંબઈના સાઉથ અંધેરી વિસ્તારમાં જિતેશ્વર મંદિર વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હવે ફરી ગુલશન કુમારનો હત્યાકાંડ ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં એકસમયે સુપરહિટ મ્યુઝિક ડિરેકટરની જોડી નદીમ-શ્રવણના નદીમ સૈફી પર ગુલશન કુમારની હત્યાના આરોપ લાગ્યા હતા. ગુલશન કુમાર હત્યાકેસમાં સંડોવાયેલા નદીમ સૈફી ઈંગ્લેન્ડ જતા રહ્યા હતા. વર્ષ 2002માં પુરાવા ન મળવાના કારણે ભારતીય કોર્ટે તેમની સામેના હત્યાનો કેસ રદ કર્યો હતો.
આટલા વર્ષો બાદ પણ નદીમ સૈફી છે પરેશાન
ભલે નદીમ સૈફી પર હત્યાનો કેસ રદ થઈ ગયો હોય પરંતુ તેમની સામે ધરપકડનું વોરંટ પરત લેવામાં આવ્યું નથી. આ જ કારણસર નદીમ સૈફી આજે પરેશાન છે. નદીમ સૈફીએ ખાનગી મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ઘણી બધી વાતો જણાવી હતી. નદીમ સૈફીએ કહ્યું- મને લાગતું હતું કે લોકોને ગેરસમજ હતી તે દૂર થઈ જશે પરંતુ એવું ન થયું, અને ત્યારબાદ હું મુશ્કેલીમાં મૂકાતો ગયો. ગુલશન કુમાર માટે હું નાના ભાઈ સમાન હતો અને તેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા.
Anupama ને છોડી આ હસીના સાથે અનુજે કર્યું 'લિપલોક', સામે આવ્યો શોકિંગ વીડિયો
નદીમે કહ્યું- તેઓ ભારત પરત આવવા માગે છે
મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં નદીમે જણાવ્યું કે- તેઓ ભારત એટલા માટે પરત આવવા માગે છે કેમ કે તેઓ પોતાની જાતને નિર્દોષ સાબિત કરી શકે. તેમનું કહેવું છે કે- તેમને બે દાયકા જેટલો સમય ભારત અને એશિયાઈ દેશોમાં લોકોને મનોરંજન આપ્યું તેમની સાથે અન્યાય થયો છે. મેં આટલા વર્ષો સુધી વગર વાંકનો વનવાસ ભોગવ્યો છે. મને આ કેસમાં ખોટો ફસાવવામાં આવ્યો છે.
Haunted Places: અમદાવાદ સહિત ગુજરાતના આ સ્થળોએ છે ભૂતોનો વાસ, ભલભલાને છૂટી જાય છે પરસેવો
મારા સામે ષડયંત્ર રચવામાં આવ્યું: નદીમ સૈફી
નદીમ શ્રવણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે- 'મારા સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે, અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવે છે'. યુકે હાઈકોર્ટ, યુકે સુપ્રીમ કોર્ટ, ધ હાઉસ ઓફ લોર્ડ્સ અને ત્યા સુધી સેશન્સ કોર્ટના જસ્ટિસ એમ.એલ. તહિલયાનીએ કન્ફર્મ કર્યું છે કે મારા સામે કોઈ પુરાવા નથી. નદીમે વધુમાં કહ્યું કે- 'મારા સાથે ખૂબ અન્યાય થયો છે, નદીમે કેટલાક વર્ષો પહેલા ભારત સરકાર પાસે માફીની માગ કરી હતી'. તેમનું કહેવું છે કે- 'તેઓ નિર્દોષ છે અને તેઓ નથી ઈચ્છતા કે તેમના માતા-પિતા તેમને નિર્દોષ જોયા વિના જ આ દુનિયા છોડી દે'
Jacqueline Fernandez એ ફરી બતાવ્યો ગ્લેમરસ અવતાર, ફોટો જોઈ સ્તબ્ધ થઈ ગયા લોકો
ગુલશન કુમારની હત્યાએ મચાવી દીધી સનસની
ગુલશન કુમાર પાસે ડોન અબુ સાલેમે દર મહિને 5 લાખ રૂપિયાની માગણી કરી હતી, ગુલશન કુમારે ખંડણી આપવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. ગુલશન કુમારે કહ્યું કે- તને રૂપિયા આપવાના બદલે એ રૂપિયાનો હું મંદિરોમાં ભંડારો કરાવી દઈશ. આ વાતથી નારાજ અબુ સલેમે દિનદહાડે ગુલશન કુમાર પર ફાયરિંગ કરાવી તેમની હત્યા કરાવી દીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube