Anupama ને છોડી આ હસીના સાથે અનુજે કર્યું 'લિપલોક', સામે આવ્યો શોકિંગ વીડિયો

ટીવીના પોપ્યુલર સીરિયલ 'અનુપમા' (Anupama) ને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ શો ગત ઘણા અઠવાડિયાથી ટીઆરપીની યાદીમાં ટોપ પર છે. આ શોમાં અવાર નવાર નવા નવા ટ્વિસ્ટ જોવા મળે છે. જેને દર્શક ખૂબ પસંદ કરે છે.

Updated By: Nov 26, 2021, 11:05 PM IST
Anupama ને છોડી આ હસીના સાથે અનુજે કર્યું 'લિપલોક', સામે આવ્યો શોકિંગ વીડિયો

નવી દિલ્હી: ટીવીના પોપ્યુલર સીરિયલ 'અનુપમા' (Anupama) ને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ શો ગત ઘણા અઠવાડિયાથી ટીઆરપીની યાદીમાં ટોપ પર છે. આ શોમાં અવાર નવાર નવા નવા ટ્વિસ્ટ જોવા મળે છે. જેને દર્શક ખૂબ પસંદ કરે છે. આ દરમિયાન અનુજ કપાડિયા એટલે કે ગૌરવ ખન્ના (Guarav Khanna) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમારા પણ હોશ ઉડી જશે. 

પત્ની સાથે રોમેન્ટિક થયા ગૌરવ
વીડિયોમાં જોઇ શકાય છે કે ગૌરવ ખન્ના (Guarav Khanna) એક છોકરી સાથે રોમેન્ટિક થતાં જોવા મળી રહ્યા છે. આ છોકરી કોઇ બીજી કોઇ નહી પરંતુ તેમની પત્ની આકાંક્ષા ચમોલા (Akansha Chamola) છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ છવાયેલો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ગૌરવ (Guarav Khanna) બેઠા છે અને શૂઝ પહેરે છે. ત્યારે પત્ની આકાંક્ષા તેમના માટે પાણીની બોટલ લઇને આવે છે. ગૌરવ (Guarav Khanna) જેવા જ પાણીની બોટલ લેવા માટે પોતાનો હાથ વધારે છે તો આકાંક્ષા બોટલ છોડીને તેમનો હાથ પકડી લે છે. પછી ગૌરવ પત્ની આકાંક્ષા (Akansha Chamola) ને લિપ પર કિસ કરી લે છે. ફેન્સને કપનો રોમેન્ટિક અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. 

એટલો નીચે સરકી ગયો મલાઇકાનો ડ્રેસ કે ફોટા જોઇને લાળ ટપકશે, કેમેરામાં કેદ થઇ Oops મોમેન્ટ

જોરદાર વાયરલ થઇ રહ્યો છે વીડિયો
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ ગૌરવ (Guarav Khanna) અને આકાંક્ષા (Akansha Chamola)ના સંબંધને 5 વર્ષ પુરા થયા છે અને આ અવસર પર આકાંક્ષાએ પતિ ગૌરવ સાથે આ રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે, જેના પર ફેન્સ પોતાનો પ્રેમ લૂંટાવી રહ્યા છે. આકાંક્ષા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના પતિ ગૌરવ સાથે પોતાના ફોટા અને વીડિયોઝ શેર કરતી રહે છે, જેને ખૂબ પસંદ કરે છે. 

Hiccups and Hookups Review: બોલ્ડ સીનથી ભરપૂર છે આ મા-દિકરીની ડેટિંગ લાઇફની કહાની!

ફિલ્મી છે લવ સ્ટોરી
અત્રે ઉલ્લેખનીય છે કે આંકાક્ષા અને ગૌરવ (Guarav Khanna) ની લવ સ્ટોરી કોઇ ફિલ્મથી કમ નથી. બંનેની પહેલી મુલાકાત એક ઓડિટોરિયમમાં થઇ હતી. તે સમયે ગૌરવ ખન્ના ટીવીના ફેમસ એક્ટર બની ચૂક્યા હતા. પરંતુ આકાંક્ષા ઇંડસ્ટ્રીમાં નવી હતી. તે સમયે આકાંક્ષા, ગૌરવને ઓળખી શકી નથી. આ વતનો ખુલાસો ખુદ ગૌરવે એક ઇન્ટરવ્યુંમાં કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube