Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મેહતા કા ઉલ્ટા ચશ્માથી જાણીતા બનેલા ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ હતા. અભિનેતા ગુમ થયા બાદ તેમના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. એવામાં તેમના ગુમ થવાથી મીડિયામાં અલગ અલગ વાતો વહેતી થઈ હતી. જોકે  તેઓ સહી સલામત પાછા ફર્યા હતા. તેમણે પોતાના ગુમ થવાનું કારણ પોલીસને જણાવતા કહ્યું હતું કે તેઓ આધ્યાત્મિક યાત્રા પર ચાલ્યા ગયા હતા. ગુરુચરણ પાછા ફર્યાના અહેવાલો સાંભળીને તેમના નજીકના દોસ્ત અને ટીવી પ્રોડ્યૂસ અસિત મોદીએ તેમની સાથે વાત કરવાની કોશિશ કરી. તેમણે ગુરુચરણને ફોન કર્યો હતો, પરંતુ તેમનો નંબર લાગ્યો નહોતો. આ વાત ખુદ અસિત મોદીએ જણાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટો ખુલાસો! IS આતંકીઓના નિશાને હતા BJP-RSSના નેતાઓ; 5 ફોટોગ્રાફ્સે ખોલ્યું રહસ્ય


એક અંગ્રેજી ચેનલ સાથે વાત કરતા અસિત મોદીએ જણાવ્યું હતું કે પોતાના મિત્ર ગુરુચરણ પાછા ફરતા તેઓ ખુબ જ ખુશ છે. તમામ લોકોની પ્રાર્થનાઓ કામ આવી અને તેઓ સહી સલામત ઘરે પાછા ફર્યા. તેમના પરિવારજનોને સૌથી મોટી રાહત મળી, જેઓ ગુમ થતાં તેઓ ઘણા પરેશાન થયા હતા.


સરકારે શરૂ કરી તૈયારીઓ! કુદરતી આપત્તિ સામે બાથ ભીડવા ગુજરાત સજ્જ! NDRF-SDRFની ટીમો..


ગુરુચરણ સાથે વાત થઈ રહી નથી: અસિત મોદી
વધુમાં અસિત મોદીએ જણાવ્યું હતું કે, મેં ગુરુચરણની વાપસીની ખબરો સાંભળી મને ખુબ જ ખુશી થઈ કે તેમના પરિવારજનોને તેમનો પુત્ર પાછો મળી ગયો. પરંતુ તેમણે આ કદમ કેમ ઉઠાવ્યું તે તો પોતે જ જાણે છે. આપણે તે નહીં સમજી શકીએ. મેં ઘણીવખત ફોન કરવાની કોશિશ કરી, પરંતુ હજું તેમનો ફોન લાગી રહ્યો નથી. જોકે, હું ઈચ્છું છું કે તેઓ મને ફોન કરે કારણ કે હું તેમના સાથે વાત કરવા માંગું છું.


ધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ કર્યું દુલ્હનનું અપહરણ


2020 સુધી રહ્યા તારક મહેતા શોનો ભાગ
તમને જણાવી દઈએ કે ગુરુચરણ સિંહ વર્ષ 2020 સુધી અસિત મોદીના પોપુલર હિટ ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોનો ભાગ બન્યા હતા. તેમણે લગભગ 16 વર્ષ સુધી આ શો માટે કામ કર્યું છે. એવામાં તેઓ અસિત મોદીના સારા મિત્ર બની ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુચરણે પોતાના બિમાર પિતાની દેખરેખ રાખવા માટે આ શોને છોડ્યો હતો અને પોતાના ગામ પાછા ફર્યા હતા. મીડિયા રિપોર્ટનું માનીએ તો બીમાર પિતાની દેખરેખ કરતા કરતા તેઓ આર્થિક તંગી અને ડિપ્રેશનથી ઝઝુમી રહ્યા હતા.


ગુજરાતમાં ફરી એક નહીં બે મોટી આફતના છે એંધાણ! જાણો શું કહે છે અંબાલાલની ડરામણી આગાહી