Bharat : પ્રિયંકા ચોપડાના રોલ માટે ટીવીની ચર્ચાસ્પદ `હસીના`એ આપ્યું ઓડિશન
પ્રિયંકાએ સલમાન ખાનની ફિલ્મ છોડી દેતા બોલિવૂડમાં જાતજાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે
મુંબઈ : લાંબો સમય હોલિવૂડમાં કામ કર્યા પછી પ્રિયંકા બોલિવૂડમાં સલમાન ખાનની ‘ભારત’માં દેખાવાની હતી. જોકે હવે અફસોસની વાત છે કે પ્રિયંકા સલમાન ખાન સાથે 'ભારત' ફિલ્મમાં કામ કરવાની નથી. તેણે ફિલ્મ છોડી છે. બોલિવૂડ લાઈફના રિપોર્ટ મુજબ પ્રિયંકાએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે અને તેની પાછળનું કારણ તેનો બોયફ્રેન્ડ હોવાનું કહેવાય છે.
હકીકતમાં બોયફ્રેન્ડ નિકના કારણે દેસી ગર્લ આ પ્રોજેક્ટ કરવા માંગતી નથી કારણ કે અહેવાલો મુજબ તે બહુ જલદી નિક જોનસ સાથે પોતાનું ઘર વસાવવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પ્રિયંકાએ આ ફેસલો શુટિંગ શરૂ થતા પહલા લીધો જેને સાંભળીને સલમાન ખાન પણ સ્તબ્ધ થઈ ગયો. હવે આ ફિલ્મમાં પ્રિયંકાને બદલે કેટરિના કે પછી જેકલિન ફર્નાન્ડિસને સાઇન કરવામાં આવે એવી શક્યતા છે.
જોકે આ વિવાદ વચ્ચે ટીવીજગતની 'હસીના' સુનીલ ગ્રોવરે ગુથ્થીના અંદાજમાં પ્રિયંકાએ છોડેલા રોલ માટે ઓડિશન આપી દીધું છે. આ વીડિયોમાં તે 'ભારત'ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર પાસે હિરોઇન તરીકે તેને સાઇન કરવાની વિનંતી કરી રહ્યો છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...