એક વિવાદ, અનેક આરોપો…Hansika Motwani હોર્મોન ઈન્જેક્શન લઈને મોટી થઈ, માતાએ 10 વર્ષ બાદ ખોલ્યા રહસ્યો
Hansika Motwani Latest News: હંસિકા મોટવાણીનું નામ સાંભળતા જ એવો અહેસાસ થાય કે તે એક કોઈ મિલ ગયાની નાની સુંદર છોકરી છે. પરંતુ તેની સાથે વિવાદનો પણ ઉલ્લેખ થાય છે જેના કારણે અભિનેત્રી ઘણી ટ્રોલ થઈ હતી. અચાનક જ 4 વર્ષમાં એટલી મોટી થઈ ગઈ હતી કે Hansika Motwani વિશે ઘણી બધી વાતો થઈ હતી, પરંતુ વર્ષો પછી હવે અભિનેત્રીએ પોતે જ સત્ય કહી દીધું છે.
Hansika Motwani on Harmone Injection: હંસિકા મોટવાણી પર આરોપ છે કે તે હોર્મોનલ ઈન્જેક્શન લઈને મોટી થઈ રહી છે. આ માટે ખાસ કરીને તેની માતાને જવાબદાર ગણવામાં આવી હતી. વર્ષો સુધી બંનેએ આ સમગ્ર મામલે મૌન સેવ્યું અને વાત ચાલતી રહી. પરંતુ હવે લગભગ 10 વર્ષ બાદ હંસિકા (Hansika Motwani)અને તેની માતાએ આ અંગે મૌન તોડતા સમગ્ર સત્ય જણાવી દીધું છે.
ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગને કારણે વિનાશ સર્જાશે! જાણો આગામી વર્ષોંમાં કેવા આવશે દિવસ
હંસિકા (Hansika Motwani)તેની વેડિંગ મૂવીને લઈને ઘણી ચર્ચામાં છે. હકીકતમાં, તાજેતરમાં જ દુલ્હન બનેલી હંસિકાની મેરેજ સીરિઝ લવ શાદી ડ્રામા રિલીઝ થઈ છે, જેમાં મા-દીકરી પણ હોર્મોનના ઈન્જેક્શન વિશે વાત કરતી જોવા મળે છે. વાસ્તવમાં આ શ્રેણીના એક ભાગમાં, હંસિકાની માતા ખૂબ જ ટેન્શનમાં જોવા મળી રહી છે કારણ કે મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હંસિકાએ તેના શ્રેષ્ઠ મિત્રના પતિ સાથે લગ્ન કરી લીધા છે અને તેનું ઘર તોડી નાખ્યું છે. જેના પર હંસિકા તેની માતાને સમજાવે છે કે જે રીતે તેને 21 વર્ષની ઉંમરમાં પણ હોર્મોન ઈન્જેક્શન લેવાનું કહેવામાં આવ્યું હતું અને તેના માટે તેની માતાને જવાબદાર ઠેરવવામાં આવી હતી. ત્યારે પણ આ ફાલતું બકવાસનો સામનો કરવો પડ્યો હતો, એ જ રીતે આનો પણ સામનો કરીશું.
આ 5 ટીવી અભિનેત્રીઓએ લગ્ન વગર વસાવ્યું છે ઘર, વર્ષોથી પાર્ટનર સાથે રહે છે લિવ ઈન
હોર્મોન ઇન્જેક્શનનું આ સત્ય હતું
આ વીડિયોમાં હંસિકાની (Hansika Motwani) માતા કહેતી જોવા મળે છે કે અમે પંજાબી પરિવાર છીએ જ્યાં છોકરીઓ તેમના સમય પહેલાં મોટી થઈ જાય છે. પરંતુ લોકો પાસે મગજ જેવી વસ્તુ હોતી નથી.
PHOTOs: રશ્મી દેસાઈથી લઈને ઉર્વશી ધોળકિયા,B-Grade ફિલ્મોમાં કરી ચુકી છે બધી હદ પાર
વાસ્તવમાં, હંસિકાએ ફિલ્મ કોઈ મિલ ગયામાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી, પરંતુ માત્ર 4 વર્ષ પછી જ્યારે તે હિમેશ રેશમિયાની સામે આપ કા સુરૂરમાં દેખાઈ ત્યારે લોકો દંગ રહી ગયા. જુઓ.. પછી એવું કહેવામાં આવ્યું કે હંસિકાની માતાએ તેને ઝડપથી મોટી થવા માટે હોર્મોનના ઇન્જેક્શન આપ્યા હતા અને પછી આ વાત મીડિયામાં ફેલાઈ ગઈ. આ વાત અત્યાર સુધી સાચી માનવામાં આવી રહી છે.