Gujarat Forecast 2023: ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગને કારણે વિનાશ સર્જાશે! આગામી વર્ષોંમાં કેવા આવશે દિવસો?

Global Warming: કચ્છમાં એક બાજુ સવારે અને મોડી સાંજે લોકો ઠંડક અનુભવી રહ્યા છે ત્યારે બીજી બાજુ બપોરના 11 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી લોકો ગરમી નો પ્રકોપ સહી રહ્યા છે અને આ તો હજુ ફેબ્રુઆરી મહિનો છે ત્યારે 40 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે.

 Gujarat Forecast 2023: ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગને કારણે વિનાશ સર્જાશે! આગામી વર્ષોંમાં કેવા આવશે દિવસો?

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: કચ્છમાં ફેબ્રુઆરીના મધ્યથી જ ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે અને ગરમી નો પ્રકોપ બપોરના સમય વર્તાઈ રહ્યો છે જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો 40 ડિગ્રી સુધી પહોંચી જતા 11 વર્ષના સમયગાળાનો રેકોર્ડ તૂટ્યો હતો. ભુજ સમગ્ર રાજ્યમાં ગરમ મથક બની ગયું હતું. છેલ્લાં અઠવાડિયાથી ભુજમાં મહતમ તાપમાન 36 ડિગ્રીથી 40 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે. સૂકા રણપ્રદેશ એવા સરહદી જિલ્લા કચ્છમાં અબડાસા તાલુકાના નલિયામાં ઠંડીનો ચમકારો વધુ હોય છે તો આ વખતે જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન વધુ નોંધાતા લોકોને ગરમી નો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે. .

કચ્છમાં એક બાજુ સવારે અને મોડી સાંજે લોકો ઠંડક અનુભવી રહ્યા છે ત્યારે બીજી બાજુ બપોરના 11 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી લોકો ગરમી નો પ્રકોપ સહી રહ્યા છે અને આ તો હજુ ફેબ્રુઆરી મહિનો છે ત્યારે 40 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. હજુ તો જેઠ અને વૈશાખ જેવા ઉનાળાના મુખ્ય મહિનાઓ બાકી છે અને તાપ વરસી રહ્યો છે તો આવનારા દિવસમાં ઉનાળો કેટલો આકરો બનશે. 

સવારે અને રાત્રે ઠંડીના ચમકારા સાથે દિવસે બફારાના વાતાવરણના કારણે વિષમતા સર્જાતા શરદી ઉધરસ કફ તેમજ માતાના દુખાવો અને અંગ જકડાઈ જવા જેવી તકલીફો જોવા મળી રહી છે. 11 વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં અનુભવાયેલી ગરમીનો વિક્રમ તૂટ્યો છે. વર્ષ 2017ની 19 ફેબ્રુઆરીએ જિલ્લા મથક ભુજમાં મહતમ તાપમાન 39 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા 11 વર્ષના સમયગાળામાં ભુજમાં ફેબ્રુઆરીમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઇ છે.

હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે,ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ મહતમ તાપમાન ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો હતો અને હાલમાં મહતમ તાપમાનનો પારો એક ઝાટકે 3 ડિગ્રી જેટલો ઉંચે ચડીને 40.3 ડિગ્રીએ પહોંચતાં આકરો તાપ વરસ્યો હતો. 

ગ્લોબલ વોર્મિંગના કારણે કલાઈમેન્ટ બદલાઈ રહ્યું છે અને ખરેખર જે તાપમાન હોવું જોઈએ. ભુજમાં તેના કરતાં વિપરીત નોંધાઈ રહ્યું છે અને છેલ્લાં કેટલાક વર્ષોનો રેકોર્ડ તૂટ્યો છે.સામન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં 35 ડિગ્રી જેટલો તાપમાન નોંધાતો હોય છે જ્યારે આ વર્ષે 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ પણ આગામી 2 દિવસ સુધી મહતમ તાપમાન 38 થી 40 ડિગ્રી વચ્ચે જળવાઈ રહેશે અને ત્યાર બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઓછું થશે. 

ઉલ્લેખનીય છે કે, રિપોર્ટ એવા પણ મળી રહ્યા છે કે, વિશ્વની સાથે સાથે ભારતમાં પણ ગ્લોબલ વોર્મિંગના કારણે ખતરનાક ગરમી અને લૂથી લોકો ઝઝૂમી રહ્યા છે. વિશ્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટે ભારતની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, વર્ષ 2037 સુધી ભારતમાં કુલિંગની માગ હાલના સ્તર કરતા આઠ ગણી વધી જશે. એટલે કે દર 15 સેકન્ડે એક નવા એર કંડીશનરની ડિમાન્ડ રહેશે. જેનાથી આગામી બે દાયકામાં વર્ષભરમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 435 ટકાનો વધારો થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news