Birthday Special: જ્યારે Rajesh Khanna સાથે લગ્ન માટે Dimple Kapadia છોડી દીધી ફિલ્મો
ખૂબ ઓછા લોકોને એ વાતની ખબર હશે કે ગુજરાતી ગર્લ ડિમ્પલ કાપડિયાની રાજેશ ખન્ના સાથે પહેલી મુલાકાત અમદાવાદના નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબ ખાતે થઇ હતી. આજે ડિમ્પલ કાપડિયાના જન્મદિવસે જાણીએ કે રાજેશ ખન્ના સાથે કેટલી દિવાનગી હતી.
નવી દિલ્હી: રાજેશ ખન્ના (Rajesh Khanna) અને ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia)ના લગ્ન બોલીવુડમાં એક જમાનામાં સૌથી મોટા સમાચાર બની ગયા હતા. જોકે તે દૌરમાં રાજેશ ખન્નાને સુપરસ્ટારનો દરજ્જો પ્રાપ્ત થઇ ચૂક્યો હતો. તો ડિમ્પલ કાપડિયા ફિલ્મ 'બોબી' બાદ બોલીવુડ સેંસેશન બની ચૂકી હતી. ખૂબ ઓછા લોકોને એ વાતની ખબર હશે કે ગુજરાતી ગર્લ ડિમ્પલ કાપડિયાની રાજેશ ખન્ના સાથે પહેલી મુલાકાત અમદાવાદના નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબ ખાતે થઇ હતી. આજે ડિમ્પલ કાપડિયાના જન્મદિવસે જાણીએ કે રાજેશ ખન્ના સાથે કેટલી દિવાનગી હતી.
ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાના લગ્ન ડિમ્પલ કાપડિયાના પૈતૃક બંગલામાં થયા હતા. પરંતુ બંનેનું રિસેપ્શન મુંબઇની જાણિત હોટલ હોરાઇઝનમાં થયું હતું. આ રિસેપ્શનમાં બોલીવુડની ઘણી નામી હસ્તીઓ પહોંચી હતી. લગ્ન બાદ રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયાનું ફિલ્મોમાં કામ કરાવવાનું બંધ કરી દીધું. ડિમ્પલ કાપડિયા લગ્ન સમયે 'બોબી'નું શૂટિંગ કરી રહી હતી. તેમના હાથમાં લગ્નની મહેંદી લાગેલી હતી. ડિમ્પલ કાપડિયાને ફિલ્મ માટે એક ગીત શૂટ કરવાનું હતું, પરંતુ તેમના હાથમાં લાગેલી મહેંદીથી ફિલ્મ નિર્દેશને સમસ્યા હતા.
ગીતનું શૂટિંગ પુરૂ કરવા માટે ડિમ્પલ કાપડિયાને હાથની મહેંદી સંતાડવી પડી હતી. ડિમ્પલ કાપડિયાએ બે પુત્રીઓને જન્મ આપ્યો ટ્વિકલ અને રિંકી. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાના લગ્ન વધુ સમય ટકી શક્યા નહી અને બંને એકબીજાથી અલગ રહેવા લાગ્યા. 1984માં ફિલ્મ 'જખ્મી શેર'થી ડિમ્પલ કાપડિયાએ બોલીવુડમાં કમબેક કર્યું આ ફિલ્મ સફળ ન રહી.
1985માં ફરી 'સાગર'માં ઋષિ કપૂર સાથે ડિમ્પલ કાપડિયાએ કામ કર્યું. 1991માં પ્રદર્શિત 'લેકિન' ડિમ્પલ કાપડિયાની મહત્વપૂર્ણ ફિલ્મ સાબિત થઇ. ફિલ્મ સાથે જોડાયેલા રોચક તથ્ય છે કે ગાયિકા લતા મંગેશકરે આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. વર્ષ 1993માં પ્રદર્શિત ફિલ્મ 'રૂદાલી' ડિમ્પલ કાપડિયાની મહત્વપૂર્ણ ફિલ્મોમાંથી એક છે.
રાજ્સ્થાનની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મમાં તેમણે શનિચરી નામક એક એવી યુવતિનું પાત્ર ભજવ્યું હતું, જે તમામ દુખ બાદ પણ રડી શકતી નથી. જોકે આ ફિલ્મ ટિકીટ બારી પર અસફળ સાબિત થઇ. પરંતુ તેમના દમદાર અભિનયથી ડિમ્પલ કાપડિયાને દર્શોકોની સાથે સમીક્ષકોનું પણ દિલ જીતી લીધું. 'રૂદાલી' માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો. સિને કેરિયરમાં લગભગ 75 ફિલ્મોમાં અભિનય કર્યો છે.
ડિમ્પલ કાપડિયાના કેરિયરની ઉલ્લેખનીય ફિલ્મોમાં 'અર્જુન, એતબાર, કાશ, રામ લખન, બીસ સાલ બાદ, બંટવારા, પ્રહાર, અજૂબા, નરસિમ્હા, ગર્દિશ, ક્રાંતિકારી, દિલ ચાહતા હૈ, બીઇંગ સાયરસ, દબંગ, કોલટેલ, પાટિયાલા હાઉસ વગેરે સામેલ છે. તાજેતરના વર્ષોમાં તે 'ફાઇંડિંગ ફેની' અને 'વેલકમ બેક' જેવી ફિલ્મોમાં જોવા મળી અને તે સતત કામ કરી રહી છે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube