નવી દિલ્હીઃ બોલીવુડ કિંગ શાહરૂખ ખાનની પત્ની અને ફેશન ડિઝાઇનર ગૌરી ખાનનો આજે જન્મદિવસ છે. ગૌરી ખાન આજે પોતાનો 50મો જન્મદિવસ મનાવી રહી છે. દિલ્હીની રહેવાસી ગૌરી ખાનનો જન્મ પંજાબી પરિવારમાં થયો હતો. ગૌરી અને શાહરૂખની લવસ્ટોરી બોલીવુડની ફેમસ પ્રેમ કહાનીઓમાં એક છે. બંન્નેની પ્રથમ મુલાકાતથી લઈને તેના જીવન સાથે જોડાયેલી દરેક વાત જાણવા માટે તેના ફેન્સ આતુર રહે છે. તો દરેક રિલેશનશિપમાં એક એવો સમય જરૂર આવે છે, જ્યારે લાગે છે કે બધુ પૂરુ કરી દેવું જોઈએ. આ સમય માત્ર સામાન્ય લોકોના જીવનમાં નહીં, પરંતુ સેલિબ્રિટીના જીવનમાં પણ આવે છે. કંઇક આવો ચઢાવ-ઉતાર શાહરૂખ અને ગૌરીના જીવનમાં પણ આવ્યો હતો. બંન્નેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના રિલેશનમાં એક સમય એવો આવ્યો જ્યારે તે કિંગ ખાનથી બ્રેક લેવા ઈચ્છતી હતી. આવો જાણીએ તેની પાછળ આખરે શું કારણ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો એક થ્રોબેક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં ગૌરીએ પોતાના જીવનની ક્ષણોનો ખુલાસો કર્યો, જ્યારે તે શાહરૂખથી બ્રેક લેવા ઈચ્છતી હતી. તેની પાછળનું કારણ હતું પતિનું હદથી વઝુ પઝેસિવ હોવું. પરંતુ આ વર્ષો જૂની વાત છે જ્યારે બંન્ને યંગ હતા. 


AIIMSના રિપોર્ટથી નાખુશ સુશાંતના પરિવારે CBI ડાયરેક્ટરને કહ્યું- નવી ફોરેન્સિક ટીમ કરે તપાસ  

તમને જણાવી દઈએ કે ગૌરી સાથે લગ્ન કરવા માટે શાહરૂખે ખુબ મહેતન કરી, ત્યારે જઈને બંન્ને એક થયા હતા. તેણે ત્રણ વખત લગ્ન કરવા પડ્યા- પ્રથમ લગ્ન કોર્ટ મેરેજ, બીજા મુસ્લિમ રીતિ-રિવાજથી નિકાહ અને ત્રીજા લગ્ન પંજાબી સ્ટાઇલમાં. 1991મા બંન્નેના લગ્ન થયા  હતા. આજે બંન્ને બોલીવુડના આઇડલ કપલ્સમાં એક છે. બંન્ને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની એક તક ગુમાવતા નથી. બંન્નેને ત્રણ બાળકો છે આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube