AIIMSના રિપોર્ટથી નાખુશ સુશાંતના પરિવારે CBI ડાયરેક્ટરને કહ્યું- નવી ફોરેન્સિક ટીમ કરે તપાસ

Sushant Family Lawyer Vikas Singh Demand A Fresh Forensic Team To Look Into Matter: વિકાસ સિંહે બુધવારે પત્રકાર પરિષદ કરીને કહ્યુ કે, તેમણે સીબીઆઈ ડાયરેક્ટરને લેટર લખ્યો છે અને ઘટનાની તપાસ નવી ફોરેન્સિક ટીમ પાસે કરાવવાની માગ કરી છે. 
 

AIIMSના રિપોર્ટથી નાખુશ સુશાંતના પરિવારે CBI ડાયરેક્ટરને કહ્યું- નવી ફોરેન્સિક ટીમ કરે તપાસ

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ કરી રહેલી એમ્સની ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમે પોતાનો રિપોર્ટ સીબીઆઈને સોંપી દીધો છે. ટીમે ફાઇનલ રિપોર્ટમાં જણાવ્યું કે, સુશાંતનું મોત આત્મહત્યાને કારણે થયું છે. પરંતુ સુશાંતનો પરિવાર આ વાત માનવાથી ઇનકાર કરી રહ્યો છે. 

સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે બુધવારે પત્રકાર પરિષદ કરી કહ્યુ- મેં સીબીઆઈ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે અને મામલાની તપાસ નવી ફોરેન્સિક ટીમ પાસે કરાવવાની માગ કરી છે. 

કૂપર હોસ્પિટલના રિપોર્ટસને જુએ નવી ટીમ
સિંહે આગળ કહ્યુ, 'નવી ટીમ કૂપર હોસ્પિટલે બનાવેલા રિપોર્ટસને જુએ અને જણાવે કે કૂપર હોસ્પિટલનો અભિપ્રાય યોગ્ય છે કે નહીં. નવી ટીમ જુએ કો સુશાંતનું મોત આત્મહત્યા છે કે મર્ડર છે કે તેનું ગળુ દાબી દેવામાં આવ્યું છે.'

— ANI (@ANI) October 7, 2020

શું જાણકારી વગર સુશાંતને આપતી હતી ડ્રગ્સ
વકીલે કહ્યું- રિયાને જામીન મળી ગયા છે, તે તેના વિરુદ્ધ ડ્રગ્સ કેસ મામલામાં છે જે મારા પ્રમાણે ખુબ નબળો છે. હકીકતમાં સવાલ તે છે કે શું સુશાંતને રિયા તેની જાણકારી વગર ડ્રગ્સ આપતી હતી. શું તેણે આ વિશે ડોક્ટરોને જણાવ્યું જેની પાસે તે સુશાંતને ટ્રીટમેન્ટ માટે લઈ ગઈ હતી. 

એમ્સના નિષ્ણાંતોએ હત્યાથી કર્યો ઇનકાર
મહત્વનું છે કે આ પહેલા એમ્સની નિષ્ણાંત પેનલના હેડ ડોક્ટર સુધીર ગુપ્તાએ સુશાંતનું ગળુ દબાવીને મારવાની કોઈ સંભાવનાથી ઇનકાર કર્યો હતો. ગુપ્તાએ કહ્યું હતું, અમે અમારો ફાઇનલ રિપોર્ટ તૈયાર કરી લીધો છે. આ ફાંસી લગાવવા અને આત્મહત્યાનો મામલો છે. સુશાંતની બોડી પર ફાંસી સિવાય કોઈ અન્ય ઈજાના નિશાન નહતા. મૃતકની બોડી કે કપડા પર કોઈપણ સંઘર્ષ/મારામારીના નિશાન મળ્યા નથી. 

— ANI (@ANI) October 7, 2020

ફાંસી લગાવવાને કારણે ડોક પર બન્યું નિશાન
એમ્સના 7 ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમે પોતાની તપાસમાં સીબીઆઈની ટીમ સાથે લાંબી ચર્ચા કરી છે. ડોક્ટર ગુપ્તાએ આગળ જણાવ્યુ હતુ કે, સુશાંતની બોડીમાં બોમ્બે ફોરેન્સિલ સાયન્સ લેબ કે એમ્સની ટેક્સિકોલોજી લેબને કોઈપણ ઝેરી કે નશાકારક પદાર્થ મળ્યો નથી. ગળામાં સંપૂર્ણ નિશાન ફાંસી લગાવવાને કારણે બન્યું હતું. આ પહેલા સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનાર કૂપર હોસ્પિટલની પેનલે પણ સુશાંતના મોતને આત્મહત્યા ગણાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news