એવું કહેવાય છે કે કોશિશ કરનારાઓની ક્યારેય હાર થતી નથી. જો તમારો જુસ્સો જબરદસ્ત હોય તો તમારા સપના એક દિવસે જરૂર પૂરા થાય છે. આવું જ એક ઉદાહરણ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ટીવીની દુનિયામાં આવનારી સુંદર ગુજ્જુ અભિનેત્રીએ રજૂ  કર્યું છે. ટેલેન્ટેડ અભિનેત્રી રશ્મી દેસાઈનો આજે જન્મ દિવસ છે. 13 ફેબ્રુઆરી 1986ના રોજ જન્મેલી રશ્મી આજે 38 વર્ષની થઈ. રશ્મી હાલ ટીવીની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ છે પરંતુ તેણે આ મુકામ પર પહોંચવા માટે ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. જો કે તેનું આ સંઘર્ષમય જીવન મનોરંજન જગતમાં આવતી આજકાલની યુવતીઓ માટે પ્રેરણાદાયક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશ્મીએ નાની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. કામ મેળવવાના ચક્કરમાં અભિનેત્રીએ ખુબ ધક્કા પણ ખાધા. તેણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 2002માં અસમિયા ફિલ્મથી કરી હતી. જો કે ફિલ્મમાં તેનો રોલ નાનો હોવાના કારણે લોકોને નજરે ચડ્યો નહીં. આ સિવાયતેણે 2006માં ટીવી શો રાવણથી ડેબ્યુ કર્યું હતું. ટીવી અને ફિલ્મો ઉપરાંત રશ્મી  ભોજપુરી ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કરી ચૂકી છે. તેણે બી ગ્રેડ ફિલ્મોમાં ઘણા દિવસો સુધી કામ કર્યું છે. અત્રે જણાવવાનું કે રશ્મી દેસાઈને ઓળખ ટીવી સિરીયલ ઉતરણથી મળી. આ ફિલ્મમાં તેણે તપસ્યાની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તે સિરીયલ દિલ સે દિલ તક માં પણ જોવા મળી. આ સિરીયલમાં તેણે સિદ્ધાર્થ શુક્લા સામે કામ કર્યું હતું. 


રશ્મીનું બાળપણ ખુબ જ મુશ્કેલીમાં પસાર થયું હતું. એકવાર રશ્મીએ પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા કાસ્ટિંગ કાઉચનો પણ ખુલાસો કર્યો હતો. એકવાર પિંકવીલા સાથે વાતચીતમાં રશ્મી દેસાઈએ કહ્યું હતું કે મારી મમ્મી એક સિંગલ પેરેન્ટ હતી. અમારી આર્થિક સ્થિતિ સારી નહતી. મારી માતા જે કમાતી હતી તેનાથી અમારું ઘર ચાલતું હતું. અમારી પાસે બે ટાઈમ ખાવા માટે પણ પૈસા નહતા રહેતા. મે 16 વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. બાળપણમાં લોકો મને મનહૂસ કહેતા હતા. તેણે એકવાર ઝેર ખાઈ લીધુ હતું. જો કે રશ્મી માને છે કે આ તેની ભૂલ હતી કારણકે તેને પોતાની વેલ્યૂ ખબર નહતી. 


રશ્મી કાસ્ટિંગ કાઉચનો પણ ભોગ બની ચૂકી છે. તેણે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે ઓડિશન માટે ગઈ હતી તો ત્યાં હાજર વ્યક્તિએ તેના ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવવાની કોશિશ કરી હતી પરંતુ બીજા દિવસે તેની મમ્મીએ તે વ્યક્તિની ખુબ પીટાઈ પણ  કરી હતી. ત્યારે તેની ઉંમર ફક્ત 16 વર્ષ હતી અને તે ફિલ્મો વિશે ઓછું જાણતી હતી. 


રશ્મીએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ હતી જે મારો ફાયદો ઉઠાવવાની અને છેડતી કરવાની કોશિશ કરી હતી. વ્યક્તિએ તેને કોલ કરીને ઓડિશન મટે બોલાવી હતી અને તે ત્યાં પહોંચી ગઈ હતી. ત્યાં તેના સિવાય કોઈ નહતું. ત્યાં કોઈ કેમેરા પણ નહતો. તેણે તેના ડ્રિંકમાં કઈક નશીલો પદાર્થ ભેળવી દીધો હતો અને તેને બેહોશ કરવાની પૂરી કોશિશ કરી હતી પરંતુ તે તેના મક્સદમાં સફળ થયો નહીં. 


રશ્મી આજે ટીવીને એક હાઈએસ્ટ પેઈડ અભિનેત્રીઓમાંથી એક છે. બિગ બોસ 13માં ભાગ લેવા માટે તેણે અઢી  કરોડ રૂપિયાથી વધુની ફી લીધી હતી. આ ઉપરાંતતે ખતરો કે ખિલાડી 6 નો પણ ભાગ રહી ચૂકી છે. 16 વર્ષની વયે અભિનયની દુનિયામાં કામ કરનારી રશ્મી દેસાઈ પાસે 5 ફ્લેટ અને અનેક મોંઘી કારોનું પણ કલેક્શન છે. જેમાંથી 60 લાખથી લઈને 3 કરોડ રૂપિયાવાળી મર્સિડિઝ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રશ્મી દેસાઈની કુલ સંપત્તિ 10.12 કરોડ રૂપિયા છે.