બાપરે ! બહુ વધી ગયો પંડ્યા-રાહુલ વિવાદ, ચેનલે લીધો મોટો નિર્ણય
શો દરમિયાન હોસ્ટ કરણ જોહરે બંન્ને ખેલાડીઓની અંગત જિંદગી વિશે સવાલ કર્યા હતા
મુંબઈ : ભારે વિવાદ હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલને ચમકાવતા 'કોફી વિથ કરણ'ના વિવાદાસ્પદ એપિસોડ વિશે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટાર પ્લસ દ્વારા હોટ સ્ટાર નામની તેમની સ્ટ્રિમિંગ વેબસાઇટ પરથી આ એપિસોડ હટાવી દેવામાં આવ્યો છે. દર્શકો આ એપિસોડ જોવા માટે પ્રયાસ કરી રહ્યા છે પણ તેમને સદંતર નિષ્ફળતા મળી રહી છે. ચાહકો ટેલિકાસ્ટ થયેલા એપિસોડને બેન કરવા બદલ ચેનલની ટીકા કરી રહ્યા છે.
શો દરમિયાન હોસ્ટ કરણ જોહરે બંન્ને ખેલાડીઓની અંગત જિંદગી વિશે સવાલ કર્યા હતા. પંડ્યાએ આ દરમિયાન પોતાની અંગત જિંદગી સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ દરમિયાન રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપીને ફેન્સને હેરાન કરી દીધા હતા. પંડ્યાએ જણાવ્યું કે, તેના પરિવાર ખુલા વિચારોનો છે અને જ્યારે તેણે પ્રથમવાર યુવતીની સાથે શારીરિક સંબંધ બનાવ્યા તો ઘરે જઈને કહ્યું, આજે કરીને આવ્યો છું.
હાલમાં ટીવી શો કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ ગયા હતા. શો દરમિયાન હાર્દિક પંડ્યાએ એવી વાત કરી જેથી વિવાદ ઉભો થયો હતો. પંડ્યાની જ્યારે સોશિયલ મીડિયા પર ટિકા થઈ તો તેણે બુધવારે પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સની માફી માંગી હતી. પંડ્યાએ લખ્યું, કોફી વિથ કરણમાં મારા નિવેદન પર ધ્યાન આપતા હું તે તમામની માફી માગુ છું, જેનું મેં કોઈપણ રીતે દુખ પહોંચાડ્યું છે. ઈમાનદારીથી કહું તો હું શોના અંદાજને જોતા વધુ ખુલી ગયો હતો. હું કોઈનું અપમાન કે કોઈને ભાવનાઓને દુખ પહોંચાડવા ઈચ્છતો નહોતો.
PHOTOS : પીએમ મોદીએ રણવીરને આપી જાદુની ઝપ્પી અને...
ભારતીય ક્રિકેટ બોર્ડની વહીવટી સમિતિના ચેરમેન વિનોદ રાયે ગુરુવારે બન્ને ખેલાડીઓ પંડ્યા અને રાહુલ પર બે મેચના પ્રતિબંધની માંગ કરી છે જ્યારે સમિતિના મહિલા સભ્ય ડાયેના એડલજીએ આ બાબત બોર્ડની કાયદાકીય સમિતિ સમક્ષ રજૂ કરવાનો મત વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બોર્ડના રાહુલ જોહરી વિરુદ્ધ મહિલા દ્વારા શોષણના આક્ષેપોની બાબતમાં પણ ક્લિન ચિટ આપવા અંગે એડલજીએ રાયનો વિરોધ કર્યો હતો. આમ બોર્ડની વહીવટી સમિતિમાં પણ મતમતાંતર જોવા મળી રહ્યા છે.