મુંબઈ :  પોતાના ફેવરિટ સ્ટારની ઝલક મેળવવા માટે ચાહકો ઘણીવાર ચક્રમ જેવી હરકતો કરતા હોય છે. આવી જ ચોંકાવનારી હરકત કરી છે અક્ષયકુમારના ચાહકે. હરિયાણાનો એક યુવક પોતાના ફેવરિટ સ્ટાર અક્ષયકુમારને મળવા માટે તેના ઘરમાં ઘુસી ગયો હતો. તેણે અક્ષયના ઘરનું સરનામું ગૂગલ પરથી મેળવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાક્રમની માહિતી આપતા મુંબઈ પોલીસે માહિતી આપી છે કે અંદાજે 20 વર્ષના અંકિત ગોસ્વામીની અક્ષયકુમારના ઘરમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવાના પ્રયાસ બદલ ધરપકડ કરવામાં આવી છે. સોમવારે મોડી રાત્રે અંકિત ઘરમાં ઘુસણખોરી કરતી વખતે સુરક્ષાગાર્ડના હાથમાં ઝડપાઈ ગયો હતો અને એને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. 


ઝાંસીની રાણી ત્રાટકી આમિર અને આલિયા પર, કહી દીધું ન કહેવાનું
 
પોલીસે માહિતી આપી છે કે આરોપી યુવકે ગુગલમાંથી અક્ષયકુમારનું એડ્રેસ મેળવ્યું હતું અને પછી જબરદસ્તી એના ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પછી સુરક્ષા ગાર્ડે તેને પકડી લીધો હતો. હાલમાં તે જયુડિશિયલ કસ્ટડીમાં છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...