Vikram Gokhale Health Updates: અમિતાભનું અગ્નિપથ મૂવી તમને બધાને યાદ જ હશે. આ ફિલ્મમાં એક સમયે ગૂંડાઓ જ્યારે અમિતાભને મારવા માંગતા હોય છે ત્યારે ગાયતૂંડે સાહેબે તેને સામેથી પોલીસ સ્ટેશનમાં બોલાવીને આ પ્લાનિંગ અંગે જાણ કરી હતી. ફિલ્મનો આ સીન આજે વર્ષો બાદ પણ એટલો જ ફેમસ છે. જેમાં ગાયતૂંડે સાહેબ કહે છે...વિજય તૂમ નહીં સુધરોગેં...ત્યારે વિજય દિનાનાથની ભૂમિકા ભજવી રહેલાં અમિતાભ બચ્ચન કહે છેકે, કાહો કો સુધરનેકા, યે દુનિયા બહોત બિગડી હુઈ હૈ....યહાં પર જિંદા રહેને કે લિયે બિગડા હુઆ હોના બહોત જરૂરી હૈ...ગાયતૂંડે સાહેબ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીઢ અભિનેતા વિક્રમ ગોખલેના નિધનને લઈને મીડિયામાં ચાલી રહેલા સમાચારોને તેમની પુત્રીએ નકારી કાઢ્યા છે. વિક્રમ ગોખલેની પુત્રીએ કહ્યું છે કે અભિનેતા વિક્રમ ગોખલેની હાલત હજુ પણ નાજુક છે અને તેમનું નિધન થયું નથી. તેમણે લોકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિનંતી કરી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે વિક્રમ ગોખલેની પુત્રીએ પુષ્ટિ કરી છે, ‘અભિનેતા વિક્રમ ગોખલેની સ્થિતિ હજુ પણ નાજુક છે, તેમનું નિધન થયું નથી. તેમના સાજા થવા માટે પ્રાર્થના કરો.


બુધવારે મોડી સાંજે હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેના નિધનના સમાચાર સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ ગયા હતા, જેના પર તેમની પત્ની વૃષાલી ગોખલેએ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે તે હજી જીવિત છે. અભિનેતા વિક્રમ ગોખલેની તબિયત બગડતાં તેમને અહીંની એક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમની હાલત અત્યંત ગંભીર છે. અભિનેતાની તબિયતને લઈને ગુરુવારે સવારે એક નિવેદન જારી કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube