Himesh Reshammiya ને કેમ લાફો મારવા માંગતા હતા Asha Bhonsle, જાણો એવું તો શું થયું હતું
હિન્દી ફિલ્મ ઉદ્યોગની મહાન ગાયિકા આશા ભોંસલેને કોઈ પરિચયની જરૂર નથી. કિશોર કુમારની જેમ, આશા ભોંસલેને પણ નિર્વિવાદપણે બોલિવૂડના સૌથી વર્સેટાઈલ સિંગર તરીકે ગણી શકાય.
ઝી બ્યૂરો, અમદાવાદઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગની મહાન ગાયિકા આશા ભોંસલેને કોઈ પરિચયની જરૂર નથી. કિશોર કુમારની જેમ, આશા ભોંસલેને પણ નિર્વિવાદપણે બોલિવૂડના સૌથી વર્સેટાઈલ સિંગર તરીકે ગણી શકાય. તો બીજીબાજુ પોતાના ગીતોથી ફેન્સનું દીલ જીતનાર હિમેશ રેશમિયા હિન્દી ફિલ્મોમાં ઓલરાઉન્ડરનાં નામથી મશહૂર છે. હિમેશ રેશમિયા હિન્દી ફિલ્મોના જાણીતા સંગીતકાર છે. હાલ હિમેશ 'ઈન્ડિયન આઈડલ-12' માં જ્જ તરીકે જોવા મળે છે. હિમેશ રેશમિયા દરેક સાથે ખૂબ જ પ્રેમથી વર્તે છે અને દરેક લોકો તેમને ખૂબ જ પસંદ પણ કરે છે. પરંતુ એક વખત ગાયક હિમેશ રેશમિયાએ આરડી બર્મનને લઈ એવી વાત કરી હતી, કે શાંત સ્વભાવ માટે ઓળખાતા ગાયિકા આશા ભોંસલેએ તેમને થપ્પડ મારવાની ધમકી આપી હતી.
Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!
નાકમાંથી ગીતો ગાવા અંગે થઈ હતી વાત:
ખરેખર, હિમેશ રેશમિયા પોતાના વિશે વાત કરી રહ્યાં હતાં અને કહેતા હતા કે, ‘ગીતમાં અવાજની જરૂરિયાત પ્રમાણે તે ક્યારેક નાકમાંથી ગીત ગાય છે. જેમકે ‘આશિક બનાયા આપને ગાયું...’ આ વચ્ચે તેમણે આરડી બર્મન સાહેબનું નામ લીધું.
ગાયક હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે, ‘હાઈ પિચનાં ગીતોથી નેઝલ વૉઈસનો ટચ આવે છે અને આવુ ફેમસ કમ્પોઝર સિંગર આર.ડી.બર્મનની સાથે પણ થતુ હતું. હિમેશે પોતાની ગાયકી વિશે ટિપ્પણી કરતી વખતે આ વાત કરી હતી. હિમેશે કહ્યુંકે, પંચમદા પણ આજ રીતે ગાતા હતાં. હિમેશની આ ટીપ્પણી આશાને બિલકુલ પણ ન ગમી અને તેમણે લાફો મારવાની ધમકી પણ આપી હતી. આશાજીની આ નારાજગી પછી હિમેશને પોતાની ભૂલનો અહેસાસ થયો અને પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા માફી પણ માગી. ત્યારબાદ આશા ભોંસલેએ હિમેશ રેશમિયાને માફ કરી દીધો. એટલુ જ નહીં આશા ભોંસલે હિમેશ રેશમિયા સાથે એક મ્યુઝિક શોમાં જજ તરીકે નજરે આવ્યા હતા.
જો આશા ભોંસલેની મોટી બહેન લતા મંગેશકરને 'સ્વર કોકિલા' કહેવામાં આવે છે તો, ચોક્કસપણે 10 હજારથી વધુ ગીતો ગાઇ ચૂકેલી આશાને બહુમુખી પ્રતિભાવાળી ગાયિકા માનવામાં આવે છે. રેકોર્ડિંગ દરમિયાન, તેઓ પોતાના સ્વસ્ફૂર્તી અંદાજથી ગીતને એક અલગ જ ઊંચાઈ પર લઈ જતા હતા. આશાજીએ એવા ઘણા બધા ગીતો ગાયા છે, જેને હિન્દી ફિલ્મ્સની દ્રષ્ટિએ એક સીમાચિહ્ન ગણી શકાય. થોડા સમય પહેલા ઈન્ડિયન આઈડલની 12મી કન્ટેસ્ટન્ટ શનમુખ પ્રિયાએ આશાજીનું ગાયેલુ ગીત 'ચૂરા લિયા હૈ' ખોટી રીતે ગાયું હતું. જેને લઈને તેને ટ્રોલ કરવામાં આવી હતી.
હિમેશ રેશમિયા માત્ર એક ગાયક જ નહીં પરંતુ એક અભિનેતા અને નિર્માતા પણ છે. તેમણે 2007માં ફિલ્મ 'આપકા સુરુર' થી અભિનયની સફરની શરૂઆત કરી હતી. હિમેશ હિંદી સિનેમાના પહેલા ગાયક અને સંગીત દિગ્દર્શક છે, જેમને પોતાના પ્રથમ ગીત માટે ફિલ્મફેરનો સર્વોત્તમ ડેબ્યૂ સિંગરનો એવોર્ડ મળ્યો હતો. આ પછી તેમણે કર્ઝ, રેડિયો, ખિલાડી 786, એક્સપોઝ, તેરા સુરૂર સહિતની અન્ય ફિલ્મોમાં પણ અભિનય કર્યો, પરંતુ સફળતા મળી ન હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube