મુંબઈ : જોધપુરના ઉમેદ ભવનમાં આલિશાન લગ્ન પછી પણ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની જોડી સતત ચર્ચામાં છે. લગ્ન પછી નિક અને પ્રિયંકા પહેલા ઓમાન ખાતે હનીમૂન ગાળવા ગયા હતા અને હવે કેરેબિયન આયલેન્ડ ખાતે બીજું હનીમૂન માણી રહ્યા છે. કેટલાક કલાકો પહેલાં આ બંનેએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી અને કેટલીક તસવીર શેયર કરી છે. આ તસવીર અને વીડિયોમાં આ બંને એકબીજા સાથે સમય ગાળીને મજા માણી રહ્યા છે. 


બાપરે ! બહુ વધી ગયો પંડ્યા-રાહુલ વિવાદ, ચેનલે લીધો મોટો નિર્ણય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન પછી પ્રિયંકા બહુ જલ્દી ફેમિલી પ્લાન કરવા માગે છે. હાલમાં પ્રિયંકાના પતિએ પોતાના ફેમિલી પ્લાનિંગની વિગતો દુનિયા સામે જાહેર કરી દીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં નિકે જણાવ્યું છે કે ''હું ચોક્કસપણે એક દિવસ પિતા બનવા ઇચ્છું છું. મારું બાળપણ સપના જેવું હતું પણ અમે બહુ જલ્દી મોટા થઈ ગયા. હું બાળપણથી જ મારા જીવનના લક્ષ્ય માટે સ્પષ્ટ હતો. મેં નાની વયે ઘણું જોઈ લીધું છે અને હવે હું આ અનુભવોને બાળકો સાથે વહેંચવા માંગું છું.''


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...