Housefull 4: બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મની કમાણી પહોંચી 155 કરોડ
ડાયરેક્ટર ફરહાદ સામજીની ફિલ્મએ બીજા વીકેન્ડમાં 10 કરોડની કમાણી કરી છે, જે આ વર્ષે રિલીઝ થયેલી મોટા ભાગની ફિલ્મોના બીજા સપ્તાહના કલેક્શન કરતા સારૂ છે.
નવી દિલ્હીઃ દિવાળીના તહેવાર પર સિનેમાઘરોમાં 'હાઉસફુલ 4' રિલીઝ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધી 9 દિવસમાં ફિલ્મએ સારી કમાણી કરી લીધી છે. 25 ઓક્ટોબરે રિલીઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મની મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ તેનું કલેક્શન સારૂ રહ્યું છે.
બોક્સઓફિસઇન્ડિયા.કોમના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, ફિલ્મએ બીજા શનિવારે 10 કરોડનું કલેક્શન કર્યું છે. ડાયરેક્ટર ફરહાદ સામજીની ફિલ્મએ બીજા વીકેન્ડમાં 10 કરોડની કમાણી કરી છે, જે આ વર્ષે રિલીઝ થયેલી મોટા ભાગની ફિલ્મોના બીજા સપ્તાહના કલેક્શન કરતા સારૂ છે.
રિપોર્ટ પ્રમાણે 9 દિવસમાં હાઉસફુલ 4એ આશરે 155.25 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. મુંબઈ સર્કિટમાં 10 દિવસમાં ફિલ્મની કમાણી આશરે 60 કરોડ રૂપિયાની થઈ જશે. તો દિલ્હી અને યૂપીમાં આ કલેક્શન 30 કરોડની આસપાસ હોઈ શકે છે.
શિલ્પા શેટ્ટીના પુત્રએ સ્ટેજ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો
મહત્વનું છે કે, હાઉસફુલ 4મા અક્ષય કુમાર સિવાય, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ ખરબંદા, કૃતિ સેનન, પૂજા હેગડે અને ચંકી પાંડે જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે.
જુઓ Live TV