શિલ્પા શેટ્ટીના પુત્રએ સ્ટેજ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

શિલ્પા શેટ્ટીએ પોતાના પુત્ર વિયાન (Viaan)ના પહેલા સ્ટેજ પરફોર્મંસનો એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. પરંતુ જ્યાં એક તરફ લોકો આ વીડિયોમાં વિયાનની પ્રશંસા કરી રહ્યાં છે.  

Updated By: Nov 3, 2019, 04:36 PM IST
શિલ્પા શેટ્ટીના પુત્રએ સ્ટેજ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી અને ફિટનેસ આઇકોન મનાતા શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પોતાના ફિટનેસ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ શિલ્પા શેટ્ટીનો પુત્ર વિયાન પણ પોતાની માતા કરતા ઉતરતો નથી, કારણ કે વિયાન (Viaan)ના પ્રથમ સ્ટેજ પરફોર્મંસનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. 

શિલ્પા શેટ્ટીએ પોતાના પુત્ર વિયાન (Viaan)ના પહેલા સ્ટેજ પરફોર્મંસનો એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. પરંતુ જ્યાં એક તરફ લોકો આ વીડિયોમાં વિયાનની પ્રશંસા કરી રહ્યાં છે તો બીજી તરફ વીડિયો પર આવેલી અનિલ કપૂરની કોમેન્ટ પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે. જુઓ આ વીડિયો... 

શિલ્પા શેટ્ટીએ આ વીડિયોને શેર કરતા લખ્યું છે, 'હાય મેરા બેટા! 'પંજાબી જીન્સ તેની પ્રથમ સ્કૂલ પરફોર્મંસમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હવે આ વીડિયો પર બોલીવુડના તમામ સેલિબ્રિટીની કોમેન્ટ્સ આવી રહી છે. પરંતુ અહીં અનિલ કપૂરની કોમેન્ટ સૌથી અલગ છે. અનિલે લખ્યું છે, 'શું ગુલાટી મારે છે તારો પુત્ર.'

બોલિવુડના સુપરહીરોઝને મરચા લાગે તેવી વાત કહી પ્રિયંકા ચોપરાએ, જુઓ આ VIDEO

આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિયાન પોતાના સ્કૂલના કાર્યક્રમમાં ડાન્સ અને સ્ટંટ કરી રહ્યો છે. તેણે શાનદાર રીતે સ્ટેજ પર એન્ટ્રી કરીને બધાને ચોંકાવી દીધા હતા.