નવી દિલ્લીઃ વાત એ દિવસોની છે જ્યારે સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને રેખા પોતાના સંબંધોના કારણે સમાચારોમાં રહેતા હતા. બંનેની મહોબ્બતના કિસ્સાઓ આજે પણ મશહૂર છે. એ અલગ વાત છે કે, અમિતાભ બચ્ચને રેખા માટે પોતાની મહોબ્બતનો ક્યારેય સ્વીકાર નથી કર્યો પરંતુ રેખાએ દરેક મોકા પર પોતાના પ્રેમને વ્યક્ત કર્યો. પણ પ્રેમ થોડી છુપાય છે. જ્યારે આ વાત અમિતાભ બચ્ચનના ધરે પહોંચી ત્યારે હંગામો થયો હતો. અહેવાલો તો એવા પણ છે કે, અમિતાભની સામે જ જયા બચ્ચને રેખાને થપ્પડ મારી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


અહીંથી થઈ લવ સ્ટોરીની શરૂઆત:
મીડિયા રિપોર્ટ્સના પ્રમાણે ફિલ્મ દો અન્જાનેના સેટ પર અમિતાભ અને રેખાની લવસ્ટોરીની શરૂઆત થઈ હતી. ત્યારે અમિતાભ બચ્ચનના જયા બચ્ચન સાથે લગ્ન થઈ ચુક્યા હતા. લાંબા સમય સુધી અમિતાભ અને રેખાના અફેરની ખબર કોઈને ન પડી. પરંતુ ફિલ્મ ગંગા કી સૌગંધના શૂટિંગ સમયે એક કો-એક્ટરે રેખા સાથે ખરાબ વર્તન કર્યું. જે અમિતાભ બચ્ચનથી સહન ન થયું અને તેમને પોતાના પરનો કંટ્રોલ ન થયો. જે બાદથી અમિતાભ અને રેખાની લવ સ્ટોરી ચર્ચામાં આવી ગઈ. જો કે, બંનેએ ક્યારેય પ્રેમનો સ્વીકાર નહોતો કર્યો. જો કે ઋષિ કપૂર અને નીતૂ કપૂરના લગ્નમાં રેખાએ સિંદૂર પુર્યો તો સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા. જે બાદ જયા બચ્ચન પોતાના પર કાબૂ ન રાખી શકી.


 



 


જ્યારે રેખાની જયા બચ્ચને મારી થપ્પડ:
અમિતાભ બચ્ચન અને રેખાએ રામ બલરામનું શૂટ સ્ટાર્ટ કર્યું. જયા બચ્ચનથી આ વાત સહન નથઈ. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જયા એક દિવસ ફિલ્મના સેટ પર પહોંચી. તેણે ત્યાં રેખા અને અમિતાભને વાત કરતા જોયા તો ગુસ્સામાં સૌની સામે રેખાને થપ્પડ મારી દીધી. તમને જણાવી દઈએ કે, શરૂઆતમાં રેખા અને જયા મિત્રો હતો. રેખા જયાની ઉપરના ફ્લેટમાં જ રહેતી હતી. વિવિધ અખબારો અને મીડિયા રિપોર્ટમાં આપવામાં આવેલી જાણકારીના આધારે આ આર્ટિકલ તૈયાર કરવામાં આવ્યો છે. ઝી મીડિયાએની કોઈ પુષ્ટી કરતું નથી. અમારો આશય પણ કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો નથી.