નવી દિલ્હી: દીપિકા પોદુકોણને લઇને સામે આવેલા સમાચારે હલચલ માચાવી દીધી હતી. હૈદરબાદમાં શૂટિંગ દરમિયાન એક્ટ્રેસની અચાનક તબીયત ખરાબ થઈ ગઈ હતી. જે બાદ તેને હોસ્પિટલ જવુ પડ્યું હતું. જો કે, દીપિકાની ટીમ દ્વારા આ વાત કોઈ અપડેટ આવ્યા નથી. પરંતુ હવે પ્રોજેક્ટના ફિલ્મના પ્રોડ્યુસર અશ્વિન દત્તે દીપિકાની હેલ્થને લઇને મોટી જાણકારી આપી છે. પ્રોડ્યુસરે જણાવ્યું કે દીપિકા તબિયત ખરાબ થવાને કારણે નહીં પરંતુ રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડથી રિકવરીનું રૂટિન ચેકઅપ
દીપિકા, અમિતાભ બચ્ચન સાથે પ્રોજેક્ટની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. ત્યારે અચાનક તેને ગભરામણ અનુભવ થવા લાગી અને તે ઉતાવળમાં હોસ્પિટલ લઈ જવામાં આવી. પ્રોજેક્ટના ફિલ્મ પ્રોડ્યુસર અશ્વિન દત્તે જાણકારી આપી કે દીપિકાની કોઈ અચાનક તબિયત ખરાબ થઈ ન હતી. તે એકદમ સ્વસ્થ છે. દીપિકા હોસ્પિટલ માત્ર રૂટિન ચેકઅપ માટે ગઈ હતી. જો કે તાજેતરમાં એક્ટ્રેસ કોરોનાથી સંક્રમિત થઈ હતી, સ્વસ્થ થયા બાદ તે તરત જ યુરોપ જઈ રહી હતી. યુરોપથી પરત ફર્યા બાદ દીપિકા સીધી અમારા સેટ પર આવી હતી.


જાણો કેમ કર્મચારીઓ બદલે છે નોકરી, આ સર્વેમાં થયો આ ખુલાસો


પ્રોફેશનલ એક્ટર છે દીપિકા
અશ્વિને કહ્યું કે દીપિકા એક ખુબ જ પ્રોફેશનલ એક્ટર છે. ફિલ્મમેકર અને યુનિટ ઇચ્છી હતી કે દીપિકા રેસ્ટ કરે, કેમ કે રિકવરી બાદથી તેને આરમ કરવાનો ટાઈમ મળ્યો નથી. જેના કારણે તેનું બીપીમાં ઉતાર-ચઢાવ થઈ રહ્યો હતો. પરંતુ એક્ટ્રેસ કામ માટે એટલી ડેડીકેટેડ છે કે તે સેટ પર આવી અને અમિતાભ સાથે શૂટિંગ પણ કર્યું. તે ઘણું મહેનતી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube