મમ્મીએ સારાની જેની સાથે મુલાકાત કરાવી એણે જ પપ્પાને પટાવી, અને બની સાવકી માતા
Amrita Singh and kareena Kapoor Relation: અમૃતા સિંઘે એક ફેન તરીકે દીકરી સારા અલી ખાનની મુલાકાત કરીના સાથે કરાવી હતી, 12 વર્ષ બાદ આવી રીતે બદલી ગયા સંબંધો!
Amrita Singh Saif Ali Khan: અમૃતા સિંહ અને સૈફ અલી ખાન (Saif Ali Khan) ના લગ્નનો અંત 2004 માં આવ્યો હતો, આ વર્ષે બંનેએ ડિવોર્સ લીધા હતા. લગભગ 13 વર્ષ સુધી બંને સાથે રહ્યા હતા. બોલિવુડના આ ખાન પરિવારમા કેટલાક વર્ષોમાં સંબંધોની પરિભાષા જ બદલાઈ ગઈ હતી. 2001 ના વર્ષમાં કરીના કપૂર ખાન (Kareena Kapoor) ની ફિલ્મ કભી ખુશી કભી ગમ રિલીઝ થઈ હતી. તે સમયે તેનું ‘પૂ’ નું કેરેક્ટર ભારે પોપ્યુલર થયું હતું. ખાસ કરીને યુવતીઓ તેની સ્ટાઈલ કોપી કરવા લાગી હતી. તેમાં સારા અલી ખાન (Sara Ali Khan) પણ સામેલ હતી. તેથી માતા અમૃતા સિંહ સારાને કરીનાને મળવા લઈ ગઈ હતી. પરંતું 12 વર્ષમાં જ સંબંધો બદલાયા હતા. મમ્મીએ સારાની જેની સાથે મુલાકાત કરાવી એણે જ પપ્પાને પટાવી, અને બની સાવકી માતા હતી.
અમૃતાએ કરાવી હતી કરીના અને સારાની મુલાકાત
આ વાતનો ઉલ્લેખ ખુદ કરીના કપૂરે લગ્ન બાદ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, 2001 માં તેની મુલાકાત અમૃતા સાથે થઈ હતી. સારા એ સમયે માત્ર 5-6 વર્ષની હતી અને તે કરીનાને એક્ટ્રેસ તરીકે બહુ જ પસંદ કરતી હતી. ત્યારે અમૃતાએ કરીનાને કહ્યુ હતું કે, સારા તારી મોટી ફેન છે. સારાની તારી સાથે એક ફોટો લેવી છે. ત્યારે કરીનાએ સારા સાથે ફોટો પડાવ્યો હતો. પરંતુ તે સમયે કોણ જાણતું હતું કે, આ સંબંધો આગળ જતા આ રીતે કરવટ લેશે. ત્યારે સૈફ અને અમૃતાના ડિવોર્સ થયા ન હતા.
આ પણ વાંચો : ઓ બાપ રે... યુવતીના કાનમાં ઘૂસી ગયો સાપ, તમારા રુંવાડા ઉભા કરી દેશે આ વીડિયો
આ મુલાકાતના 12 વર્ષ બાદ સંબંધો બદલાયા
2001 માં કરીનાની મૂલાકાત સારા સાથે થઈ હતી. 2004 માં સૈફ અલી ખાન અને અમૃતા સિંહના ડિવોર્સ થયા હતા. તેના બાદ 2007 મા સૈફ અને કરીના વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને તેના બાદ 2012 માં બંનેએ લગ્ન કર્યા હતા. એટલે કે માત્ર 12 વર્ષમાં જ સંબંધો એવા બદલાઈ ગયા હતા કે કોઈ વિચારી પણ ન શકે. અમૃતા સિંહ સાથે ડિવોર્સના ત્રણ વર્ષ બાદ સૈફ અને કરીનાએ ટશન ફિલ્મમા સાથે કામ કર્યું, જેમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્ય હતો. આ બાદ તેમના અફેરની ચર્ચા થવા લાગી હતી. આખરે બંનેએ 2012 માં લગ્ન કર્યા હતા.