નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુ સંબંધિત પહેલીઓ અને સવાલ ખતમ થવાનું નામ લેતા જ નથી. એક ગૂંચવાયેલું કોકડું ઉકેલાય ત્યાં બીજો સવાલ ઊભો થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોત પહેલા જ અપડેટ થઈ ગયું
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ એક રહસ્ય બની ગયુ છે. જેટલું વિચાર્યું કે તપાસ થાય છે તેટલા નવા પહેલુ સામે આવે છે. થોડા દિવસથી સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ કે સુશાંત સિંહ રાજપૂતના વિકિપિડિયા પેજ પર તેના મૃત્યુની તારીખ તેના નિધન પહેલા જ અપડેટ થઈ ગઈ હતી. કોઈને સમજમાં ન આવ્યું કે આખરે આ બન્યું કેવી રીતે? પોલીસને લગભગ 12.30 વાગે સુશાંતના મૃત્યુના સમાચાર મળ્યા હતાં. જ્યારે વિકિપિડિયા પર આ જાણકારી સવારે 8.59 વાગે અપડેટ થઈ ગઈ. સુશાંતે 9 વાગે તો તેની બહેન સાથે વાત કરી હતી. તો પછી આ ખબર તેના એક મિનિટ પહેલા કેવી રીતે અપડેટ થઈ ગઈ.



સામે આવ્યું સત્ય
અમારી સહયોગી વેબસાઈટ dnaindia.comમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ સુશાંતે 10 વાગ્યાની આસપાસ જ્યૂસ પીને પોતાને રૂમમાં લોક કરી દીધો હતો. આવામાં ચાહકોને સમજમાં નથી આવતું કે આખરે ઘટનાના કલાકો પહેલા વિકિપિડિયા પેજ પર સુશાંતનું નિધન અપડેટ કેવી રીતે થયું. આ મામલે તપાસ હાથ ધરાયા બાદ જે વાત સામે આવી છે તેણે તમામ લોકોની જિજ્ઞાસાને શાંત કરી છે. વાત જાણે એમ છે કે વિકિપિડિયા UTC (Coordinated Universal Time) ઝોન પ્રમાણે અપડેટ થાય છે. જે ST (Indian Standard Time) કરતા લગભગ 5.30 કલાક પાછળ હોય છે. જે મુજબ વિકિપિડિયા પર જે અપડેટ સવારે 9 વાગે જોવા મળ્યું તે હકીકતમાં બપોરે લગભગ 2.29 વાગે કરવામાં આવ્યું હતું. 



વિકિપિડિયા પેજ પર થયેલા અપડેટ ઉપરાંત એવા અનેક સવાલ છે જેના કારણે લોકો સુશાંતના મૃત્યુને આત્મહત્યા ન ગણીને હત્યા માની રહ્યાં છે. તે તમામ પહેલુઓ પર તપાસ ચાલુ છે અને અત્યાર સુધીમાં 28 લોકોની પૂછપરછ થઈ છે.