સુપર 30ની પાર્ટીમાં ઋતિક રોશન અને મૃણાલ ઠાકુરે લગાવ્યો ગ્લેમર તડકો, જુઓ Videos
ટીચર આનંદ કુમાર અમિતાભ બચ્ચનના શો ‘કોન બનેગા કરોડપતિ’માં પહેલી વખત જોવા મળ્યા હતા. જ્યાં તેમણે પહેલી વખત તેમની સંઘર્ષ વાર્તા દુનિયાને જણાવી હતી
મુંબઇ: બુધવારે ટીચર્સ ડેના દિવસે ઋતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ના ફસ્ટ લુકની સાથે બે પોસ્ટર્સ પણ લાન્ચ કરવામાં આવ્યા છે. જ્યારે ગઇકાલ રાત્રે આ ફિલ્મની શૂટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઋતિક રોશન અને લીડસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર સહિત સમગ્ર ટીમ હાજર હતી. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યૂઆરીએ રિલીઝ થવાની છે.
ટીચર્સ ડે પર રિલીઝ થયું ઋતિકની Super 30નું પોસ્ટર, કહ્યું- ‘વક્ત બદલને વાલા હૈ’
ફિલ્મ એક નાના શહેરના બેકગ્રાઉન્ડ પર બની છે અને તેમાં ઋતિકનો ખુબ જ સાદો લુક જોઇને તમે દંગ રહી જવાના છો. પાર્ટીમાં નિર્માતા સાજિદ નડિયાડવાલા, વીરેન્દ્ર સક્સેના, અમિત સાદ અને નંદિશ સંધૂ પણ જોવા મળ્યા હતા.
ટીચર આનંદ કુમાર અમિતાભ બચ્ચનના શો ‘કોન બનેગા કરોડપતિ’માં પહેલી વખત જોવા મળ્યા હતા. જ્યાં તેમણે પહેલી વખત તેમની સંઘર્ષ વાર્તા દુનિયાને જણાવી હતી. ત્યારબાદ તેમની લાઇફ અને સ્ટ્રગલ પર લોકોનું ધ્યાન ગયું અને તેમની બાયોપિક બનાવવાનો ખ્યાલ નિર્માતાઓના દિમાગમાં આવ્યો હતો. ઋતિકની સાથે લીડ રોલમાં મૃણાલ ઠાકુર તેની ફિલ્મ ‘લવ સોનિયા’ના ટ્રેલરના કારણે ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ અને એક્ટર ઋતિક વિશે વાત કરીએ તો તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું ફિલ્મ મખ્યુ ભુમીકા માટે નથી કરી રહી, એટલા માટે મારા દિમાગમાં સ્ટાર્સને લઇ કેટલીક ધારણાઓ હતી. પરંતુ જ્યારે મે તેમના જોયા તેઓ હમેશા નર્મ અને ડાઉન ટૂ અર્થ માણસ લાગ્યા, માટે તેમને જોઇને મને લાગ્યું કે મારે પણ મારી જિંદગીમાં વધુ વિનમ્ર થવું જોઇએ.