ઝી મીડિયા/બ્યૂરો :બિહારના વિધાનસભા ઈલેક્શન (Bihar Assembly Election) માં પ્રચાર કરવા પહોંચેલી એક્ટ્રેસ અમીષા પટેલ (Amisha Patel) ના કથિત ઓડિયોએ રાજકીય ગલીઓમાં સનસની મચી ગઈ છે. ઓડિયોમાં અમીષા પટેલ લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર ડો.ચંદ્રપ્રકાશ પર આરોપ લગાવ્યો છે કે, તેને બ્લેકમેલ કરાઈ અને અભદ્ર વ્યવહાર કરવાનો પ્રયાસ કરાયો. હાલ આ ઓડિયોના અસલી હોવાની પુષ્ટિ થઈ શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LJP ઉમેદવારના બોલાવવા પર બિહાર ગઈ હતી અમીષા પટેલ
ડીએનએ સાથેના એક ઈન્ટરવ્યૂમાં અમીષા પટેલે કહ્યું કે, તેઓ બિહારમાં ડો.ચંદ્ર પ્રકાશના કહેવા પર પ્રચાર કરવા ગયા હતા. તે બહુ જ ખતરનાક વ્યક્તિ છે. તેઓ લોકોને બ્લેકમેલ કરે છે અને તેઓને ધમકાવે છે. તેઓએ મને અને મારી ટીમને ગંદી રીતે ધમકાવ્યા છે અને ખરાબ વર્તન કર્યું. એટલુ જ નહિ, હુ મુંબઈ પરત આવી તો તેઓએ મને ધમકીભર્યા મેસેજ અને ફોન કરવાનું પણ શરૂ કર્યુ કે હું તેના માટે સન્માનપૂર્વક વાત કરું. કેમ કે, હું 26 ઓક્ટોબરના રોજ પોતાના અનુભવ વિશે બહુ જ ઈમાનદાર રહી હતી. 


મારો બળાત્કાર કે મર્ડર થઈ શક્તુ હતું
અમીષાએ કહ્યું કે, ત્યા મારો બળાત્કાર-મર્ડર થઈ શક્તુ હતું. તેણે મને કોઈ સુરક્ષા ઉપલબ્ધ કરાવી ન હતી. ત્યાં ચારેતરફ પાગલપન દેખાઈ રહ્યું હતું. મારી કારને દર વખતે તેના માણસો ઘેરીને રહેતા હતા. જ્યાં સુધી હું તેની વાત માની ન લેતી, તેના માણસો મારી કારને ખસવા પણ દેતા ન હતા. તેણે મને પોતાના ઘરમાં ફસાવી રાખ્યું હતું અને મારી જિંદગી ખતરામાં મૂકી હતી. તેણે મને ધમકી આપી હતી કે, હું પટનામાં કેમ્પેઈનિંગ દરમિયાન 3 કલાક તેની સાથે રહું. તે દિવસે સાંજે ફ્લાઈટ પકડવાની હતી, પરંતુ તેઓએ મને ફ્લાઈટ લેવા ન દીધી. પરંતુ મને એક ગામમાં રાખી હતી અને ધમકી આપી કે, તેમની વાત ન માની તો મને ત્યાં છોડી દેશે. 


ફોન કરીને મને ધમકી આપી
અભિનેત્રીએ કહ્યં કે, તેણે મને ગત રાત્રે પણ બ્લેકમેલ કરી હતી કે, હું તારા ખાતામા રૂપિયા મોકલી દઈશ, પરંતુ લોકોને મારા વિશે સારી વાત કરો. મેં તેને હા કહીને ફોન કાપી નાંખ્યો. તેના બાદ તે મારા સ્ટાફ અને ઓફિસના લોકોને સતત ફોન કરતો રહ્યો અને મારી સાથે વાત કરવાની રિકવેસ્ટ કરી. તેના માણસોએ આજે પણ મને અનેક કોલ કર્યાં. મેં મારી ટીમના દરેક લોકોને સૂચના આપી કે, તેના અને તેના માણસોનો ફોન આવે તો ફોન ઉઠાવીને સન્માનપૂર્વક જવાબ આપીને ફોન કાપી દો. 


અમીષાએ કહ્યુ કે, તે એક વાસ્તવિક ચોર છે અને એક ગુંડાની રાતે વર્તન કરે છે. મારા માટે તે કોઈ ડરાવના સપનાથી ઓછો નથી. મને ત્યાં મારા અને મારી સાથેના લોકોના જીવ પર ધોકો અનુભવાયો હતો. જ્યાં સુધી હું મુંબઈ ન પહોંચી, ત્યાં સુધી તે મારી પાસે શાંત રહીને તેની વાતોને અનુસરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. મુંબઈ પહોંચ્યા બાદ મેં મીડિયાને આ સંબંધે જણાવ્યું હતું. તેના બાદ તે મને વધુ ધમકીઓ આપવા લાગ્યો. 


સજાના લાયક છે તે માણસ
અભિનેત્રીએ કહ્યું કે, તે માણસ સજાને લાયક છે. તે બહુ જ ખરાબ માણસ છે. જ્યારે કાલે મીડિયા સાથે મેં આ સંબંધે વાત કરી તો તેના માણસોએ મને સતત કોલ કરીને ધમકીઓ આપી. પરંતુ હુ તેની ધમકીથી ડરવાની નથી અને કહ્યું કે, જે મારી સાથે વિત્યું છે તેની હકીકત હું દુનિયાને બતાવીને રહીશ. તે મારા માટે બહુ જ ખરાબ અનુભવ હતો. તેણે બિહાર ઈલેક્શનમાં મારી હાજરીનો ખોટો ફાયદો ઉઠાવ્યો.