સિવિલ સર્વિસની તૈયારી કરતી મહિલાની ફરિયાદે શાહરુખ ખાનની વધારી મુશ્કેલી, ભરવો પડશે લાખોનો દંડ
Complaint Against Shah Rukh Khan: પ્રિયંકા એ જણાવ્યું હતું કે જાહેરાતમાં જે રીતે વાત કહેવામાં આવી હતી તે એકદમ ખોટી હતી. જાહેરાતમાં મિસલીડીંગ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી હતી. જાહેરાતમાં જે રીતે કહેવામાં આવે છે તે રીતે મહિલાને કોચિંગ પણ આપવામાં આવ્યું નહીં...
Complaint Against Shah Rukh Khan: છેલ્લા કેટલાક સમયથી એક પછી એક વિવાદમાં શાહરુખ ખાનનું નામ ચર્ચામાં રહે છે. વધુ એક વખત શાહરુખ ખાનનું નામ એક વિવાદમાં આવ્યું છે જેમાં કોર્ટે તેમને દંડ પણ ફટકાર્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર બાયજુસના લોકલ મેનેજર અને શાહરુખ ખાન વિરુદ્ધ મધ્યપ્રદેશની એક મહિલાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તેવામાં ગ્રાહક કોર્ટે છેતરપિંડીના કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.
આ પણ વાંચો:
Jiah Khan Case: જાણો જિયા ખાને આત્મહત્યા કરી તેની એક કલાક પહેલા શું થયું હતું ?
ગજબ છે આ અભિનેત્રીના નખરા... 5 વખત રિજેક્ટ કરી ચુકી છે સલમાન ખાન સાથેની ફિલ્મો
25 વર્ષીય જિયાએ 5 પેજની સુસાઈડ નોટમાં શું લખ્યું હતું ? જાણો 3 જૂનનો ઘટનાક્રમ
કમિશનનું કહેવું છે કે શાહરુખ ખાન અને બાયજુસના લોકલ મેનેજરે મધ્યપ્રદેશની મહિલા પ્રિયંકા દીક્ષિતને 1, 08,000 ની ફી આપવી પડશે આ ઉપરાંત 12 ટકા વ્યાજ પણ આપવું પડશે જે બંને સાથે મળીને આપવાનું છે. આ ઉપરાંત કેસ દાખલ કરવાના 5,000 અને નાણાકીય તેમજ માનસિક રીતે જે પરેશાની થઈ તેના માટે 50000 રૂપિયા ચૂકવવા પડશે. પ્રિયંકા દીક્ષિત ને આ રકમ એક સાથે અથવા તો અલગ અલગ પણ આપી શકાય છે.
કમિશન એ એવું પણ જણાવ્યું હતું કે વારંવાર બોલાવવા છતાં બંને હાજર ન રહેવાના કારણે તેમના વિરુદ્ધ એક તરફી એક્શન લેવામાં આવી છે. પ્રિયંકા એ જણાવ્યું હતું કે જાહેરાતમાં જે રીતે વાત કહેવામાં આવી હતી તે એકદમ ખોટી હતી. જાહેરાતમાં મિસલીડીંગ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી હતી. જાહેરાતમાં જે રીતે કહેવામાં આવે છે તે રીતે મહિલાને કોચિંગ પણ આપવામાં આવ્યું નહીં અને તેને કોઈ ટીચર પણ અસાઇન કરવામાં ન આવ્યો. આ ઉપરાંત નિયમ અનુસાર રિફંડ પણ મહિલાને આપવામાં ન આવ્યું.
પ્રિયંકા દીક્ષિત એ આ મામલે શાહરુખ ખાનને મુખ્ય આરોપી કહ્યો હતો. તેણે કહ્યું હતું કે તેને સર્વિસ ની તૈયારી શરૂ કરી અને 13 જાન્યુઆરી 2021 ના રોજ શાહરુખ ખાનની જાહેરાત જોઈને મહિલા બાઇજુસ તરફ આકર્ષિત થઈ હતી. પરંતુ તેને એ વાતની ખબર ન હતી કે તેને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે. સૌથી પહેલા તેણે પોતાના રિફંડ માટે રિક્વેસ્ટ મોકલી પરંતુ કોઈ પ્રતિ ઉત્તર નો મળ્યો ત્યારબાદ તેણે કેસ ફાઈલ કર્યો.