ગજબ છે આ અભિનેત્રીના નખરા... 5 વખત રિજેક્ટ કરી ચુકી છે સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની ઓફર

Deepika Padukone Rejected Salman Khan Movies: બોલીવુડની એક ટોચની અભિનેત્રી એવી પણ છે જેને આજ સુધી સલમાન ખાન સાથે કામ કર્યું નથી. એટલું જ નહીં આ અભિનેત્રીને પાંચ વખત સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની ઓફર મળી ચૂકી છે પરંતુ દરેક વખતે તેણે ફિલ્મો રિજેક્ટ કરી છે. 

ગજબ છે આ અભિનેત્રીના નખરા... 5 વખત રિજેક્ટ કરી ચુકી છે સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની ઓફર

Deepika Padukone Rejected Salman Khan Movies: સલમાન ખાન સાથે કામ કરવાની ઈચ્છા લગભગ દરેક અભિનેત્રીને હશે. વર્તમાન સમયની યંગ અભિનેત્રીઓ પણ બોલીવુડમાં દબંગ ખાન સાથે કામ કરવા તત્પર રહે છે. પરંતુ બોલીવુડની એક ટોચની અભિનેત્રી એવી પણ છે જેને આજ સુધી સલમાન ખાન સાથે કામ કર્યું નથી. એટલું જ નહીં આ અભિનેત્રીને પાંચ વખત સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની ઓફર મળી ચૂકી છે પરંતુ દરેક વખતે તેણે ફિલ્મો રિજેક્ટ કરી છે. 

આ પણ વાંચો:

સલમાન ખાન સાથે એક બે નહીં પણ પાંચ ફિલ્મ રિજેક્ટ કરનાર અભિનેત્રી અન્ય કોઈ નહીં પરંતુ દીપિકા પાદુકોણ છે. અત્યાર સુધીના કરિયરમાં સલમાન અને દીપિકાની જોડી કોઈપણ ફિલ્મમાં જોવા મળી નથી. એવું નથી કે તેને કોઈ ફિલ્મ ઓફર થઈ નથી. રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાનની પાંચ એવી ફિલ્મો છે જેમાં કામ કરવા માટે દીપિકા પાદુકોણ ને ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે આ ઓફર રિજેક્ટ કરી હતી. જે પાંચ ફિલ્મો દીપિકાએ રિજેક્ટ કરી તેમાંથી એક સુલતાન પણ છે. અનુષ્કા શર્મા પહેલા દીપિકા પાદુકોણને આ ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. 

જોકે માત્ર દીપિકા પાદુકોણે જ નહીં પરંતુ સુલતાન ફિલ્મને અમૃતા સિંહ અને પરિણીતી ચોપડા પણ રિજેક્ટ કરી ચૂકી છે. ત્યાર પછી આ ફિલ્મ અનુષ્કા શર્માએ કરી અને તે બ્લોકબસ્ટર સાબિત થઈ.

જોકે જોવા જેવી વાત એ પણ છે કે દીપિકા પાદુકોણ વારંવાર સલમાન ખાન સાથે ફિલ્મ કરવાનું ટાળે છે પરંતુ શાહરુખ ખાન સાથે અત્યાર સુધીમાં તે ચાર ફિલ્મો કરી ચૂકી છે. જેમાંથી બે બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ છે. દીપિકાએ પોતાના કરિયરની શરૂઆત શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ થી કરી હતી. ત્યાર પછી તેને શાહરૂખ સાથે હેપી ન્યૂ યર, ચેન્નઈ એક્સપ્રેસ અને પઠાન ફિલ્મમાં કામ કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news