double meaning songs : 90 ના દાયકાનો બોલિવુડ સમય અદભૂત હતો. આ સમયે કલાકારોને છુટો દોર મળ્યો હતો. આ સમયના ગીતો પણ સુપરહીટ બન્યા હતા, જે આજે પણ એટલા જ લોકપ્રિય છે. પરંતુ આ વચ્ચે કેટલાક એવા ગીતો પણ બન્યા હતા, જે ડબલ મીનિંગ હતા. આ ગીતોના બનવા પર વિવાદ થયો હતો, જેના વિવાદોની ગુંજ સંસદ સુધી સંભળાઈ હતી. છતા આ ગીતો લોકોની વચ્ચે સુપરહીટ સાબિત થયા હતા. આજે પણ આ ગીતોની ઓળખ આઈકોનિક ગીતો તરીકે થાય છે. આ ગીતને સાંભળીને લોકો આજે પણ આનંદિત થાય છે. પરંતુ આ એવા ગીતો છે જેને તમે ખૂલીને કોઈની સામે નહિ ગાઈ શકો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

चढ़ गया ऊपर रे, अटरिया पे लोटन कबूतर रे
જો તમે 90ના દાયકમાં જન્મ્યા છો, તો તમે બાળપણમાં બિન્દાસ્ત થઈને આ ગીત ગાયું હશે, પરંતુ ત્યારે તમને તેનો મતલબ ખબર નહી હોય. તમને કદાચ આ ગીત ગાવા પર કોઈએ અટકાવ્યા પણ હશે. વર્ષ 1993 માં આવેલું દલાલ ફિલ્મનું આ ગીત છે. જેમાં મિથુન ચક્રવર્તી, આયેશા ઝુલ્કા કલાકારો હતા. અલકા યાજ્ઞિક, બપ્પી લહેરી, ઈલા અરુણ અને કુમાર સાનુના અવાજમાં આ ગીત રેકોર્ડ થયો છે. 


ગુજરાતના છેવાડાના માનવી સુધી દવા પહોંચશે, રાજકોટ AIIMSએ ડ્રોનથી 40 KM દૂર દવા મોકલી


चोली के पीछे क्या है
ખલનાયક ફિલ્મનું આ ગીત માધુરી દિક્ષીત પર ફિલ્માયુ હતું. જેને કરોડો લોકોને દિવાના બનાવ્યા હતા. આ ગીતની લોકપ્રિયતા એટલી વધી હતી, છતાં આ ગીત લોકોની સામે ગાતા ગભરાતા હતા. કારણ કે તેના ડબલ મીનિંગ શરમમાં મૂકે તેવા હતા. ગીતને અલકા યાજ્ઞિક, ઈલા અરુણે મનમોહક અવાજમાં ગાયું છે. તેને ફેમસ ગીતકાર આનંદ બક્ષીએ લખ્યુ હતું અને લક્ષ્મીકાંત પ્યારેલાલે તેમાં સંગીત આપ્યું હતું. 
 
सरकाई लो खटिया जाड़ा लगे
ગોવિંદા અને કરિશ્મા કપૂર પર ફિલ્માયેલું આ ગીત 90 ના દાયકામાં લોકપ્રિય રહ્યુ હતું. આ ગીતની પંક્તિ ડબલ મીનિંગ છે અને રોમાન્સથી ભરપૂર છે. વર્ષ 1994 માં ફિલ્મ રાજા બાબુનું આ ગીત ‘સરકાઈ લ્યો ખટિયા જાડા લાગે’ આજે પણ ગાઓ, તો ચાર લોકો તમારી સામે આંખો કાઢીને જોશે. જોકે, આ ગીતની વિવાદિત પંક્તિઓએ અનેક લોકોને નારાજ કર્યા હતા. સેન્સર બોર્ડ પર સવાલો પણ થયા હતા. 


સૌરાષ્ટ્રના આ વર્તમાન સાંસદો પર લટકતી તલવાર, લોકસભામાં ટિકિટ મળી તો ભયો ભયો