મોરોક્કોઃ અભિનેતા ઇદ્રિસ અલ્બાએ 46 વર્ષની ઉંમરમાં પોતાની પ્રેમિકા 29 વર્ષીય સબરીના ધોવરે સાથે લગ્ન કરી લીધા છે. બંન્ને ઘણા લાંબા સમયથી એકબીજા સાથે હતા. મોરોક્કોમાં આયોજીત ત્રણ દિવલ લગ્ન સમારોહમાં બંન્નેના લગ્ન સંપન્ન થયા હતા. ડેલીમેલ ડોટ કોમ ઇનના એક રિપોર્ટ પ્રમાણે, બ્રિટશ વોગ દ્વારા લેવામાં આવેલી તસ્વીરોમાં બંન્ને એક-બીજાના પ્રેમમાં ડૂબેલા દેખાઈ રહ્યાં છે. ગત વર્ષે બંન્નેએ શગાઈ કરી હતી. 


ધોવરોએ આ દિવસો માટે વેરા વાંગના બે શાનદાર વસ્ત્રોને પસંદ કર્યાં. લગ્ન માટે બાડરેલ શૈલીનું એક ગાઉન અને રિસેપ્સન માટે મોતીથી ભરેલ ડ્રેસની પસંદગી કરી જ્યારે એલ્બા પણ ઓજવાલ્ડ બોટેંગના શૂટમાં સુંદર દેખાઈ રહ્યો હતો. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર