નવી દિલ્હીઃ #Me Too અભિયાન શરૂ થયા બાદ બોલિવૂડમાં દરરોજ નવા-નવા ઘટસ્ફોટ અને જાતીય સતામણીના નવા-નવા કિસ્સા બહાર આવી રહ્યા છે. હવે, અભિનેતા ઈમરા ખાને પણ #Me Too અભિયાનનું સમર્થન કરીને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા અનેક રહસ્યો બહાર પાડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અખબાર સાથેની વાતચીતમાં ઈમરાન ખાને જણાવ્યું કે, "#Me Too અભિયાન બોલિવૂડમાં શરૂ થવાથી હું ઘણો જ ખુશ છું. અનેક ફિલ્મસ્ટાર આજે પણ પોતાની સાથે થયેલા શોષણનો શરમને કારણે કે પછી દબાણને કારણે વિરોધ કરી શક્તા નથી. આ યાદીમાં આલોકનાથ, વિકાસ બહેલ, નાના પાટેકર જેવા નામ તો ઘણા ઓછા છે."


ઈમરાને વધુમાં જણાવ્યું કે, "હું ઘણા સમયથી જાતીય શોષણ અંગે બોલવા માગતો હતો, પરંતુ મને ચુપ રહેવા જણાવાયું હતું, કેમ કે ક્યાંક લોકો એમ ન સમજી બેસે કે હું આ બધુ પબ્લિસિટી માટે કરી રહ્યો છું. આ બધી બાબતો મારી સામે પણ અનેક વર્ષોથી થતી રહી છે અને હું કંઈ જ કરી શક્યો નથી. મને અંદરથી ઘણું જ દુઃખ થતું હતું. હું એટલા માટે ચુપ રહ્યો કેમકે હું જાણતો હતો કે મારો સાથ કોઈ નહીં આપે."


'જાને તુ... યા જાને ના' ફિલ્મના અભિનેતાએ જણાવ્યું કે, "મારી કારકિર્દીની શરૂઆતની વાત છે. એક ફિલ્મમાં મુખ્ય પાત્ર માટે અભિનેત્રીને પસંદ કરવાની હતી. તેના માટે ટેસ્ટ આપવા આવેલી યુવતીઓને બિકીની ફોટો શૂટ કરાવવા જણાવાયું. એ તસવીરો ડાયરેક્ટરના લેપટોપમાં પહોંચી. હકીકતમાં આ કોઈ કોસ્ચ્યુમ ટેસ્ટ ન હતો કે માર્કેટિંગ માટે પણ તેનો ઉપયોગ થવાનો ન હતો. તો પછી આ તસવીરો શા માટે પડાવાઈ હતી?  


તનુશ્રી દત્તા બુરખો પહેરીને પહોંચી પોલીસ સ્ટેશન, નાના પાટેકાર સામે આપ્યું નિવેદન 


#Me Too : જાણીતી કોમેડિયન કનિઝ સુરકાએ અદિતી મિત્તલ પર જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો 


#Me Too કેમ્પેઈનની શરૂઆત
તનુશ્રીના આરોપો બાદ સોશિયલ મીડિયામાં ફરીથી #Me Too કેમ્પેઈન શરૂ થયું છે. જેના અંતરગ્ત ઈન્ડસ્ટ્રી, મીડિયા, રાજનીતિ સાથે સંકળાયેલી મહિલાઓ પોતાની સાથે થયેલા જાતીય શોષણના કિસ્સાઓ જાહેર કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મ નિર્દેશક રજત કપૂર, વિકાસ બહેલ, અભિનેતા આલોકનાથ, ગાયક કૈલાશ ખેર, લેખક ચેતન ભગત, પત્રકાર-સંપાદક અને વર્તમાન કેન્દ્રીય મંત્રી એમ.જે. અક્બર અને સ્ટેન્ડ અપ કોમેડિયન અદિતી મિત્તલ સામે જાતીય શોષણના આરોપો લાગી ચૂક્યા છે.