ઈન્ડસ્ટ્રીમાં માત્ર એક વ્યક્તિના ચરણ સ્પર્શ કરતા હતા અજય દેવગન, જણાવ્યું તેનું કારણ
કોફી વિથ કરણ 8માં સેલિબ્રિટીઓ આવ્યા અને નવા ખુલાસા ન થાય તે કેમ બની શકે. હાલમાં કરણ જોહરના શોમાં અજય દેવગન જોવા મળવાના છે. આ દરમિયાન તે ઘણા ખુલાસા કરશે. આ દરમિયાન તે એ વ્યક્તિ વિશે જણાવશે જેનું તે ખુબ સન્માન કરે છે.
મુંબઈઃ કોફી વિથ કરણ 8ના અપકમિંગ એપિસોડમાં અજય દેવગન અને રોહિત શેટ્ટી જોવા મળશે. બંનેની બેમિસાલ જોડી કાઉચ પર બેસી કરણ જોહરના રસપ્રદ સવાલોના જવાબ આપતી જોવા મળશે. આ દરમિયાન ઘણા જુના કિસ્સા અને બોલીવુડ સાથે જોડાયેલા રાઝ પણ ખુલવાના છે. આ વચ્ચે એક ખુલાસો થશે, જ્યાં કરણ જોહર જણાવશે કે તેને સૌથી વધુ કયાં વ્યક્તિનો ડર રહ્યો છે. તો અજય દેવગન પણ એક ખુલાસો કરશે અને જણાવશે કે ઈન્ડસ્ટ્રીમાં કયાં એક વ્યક્તિને પગે લાગે છે.
'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ના સેટ પર રહેતો હતો આવો માહોલ
બોલિવુડ નિર્માતા-નિર્દેશક કરણ જોહરે, જે સ્ટ્રીમિંગ ચેટ શો 'કોફી વિથ કરણ' હોસ્ટ કરે છે, તેણે કહ્યું કે તે પ્રતિષ્ઠિત ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' પર કામ કરતી વખતે સ્વર્ગસ્થ અભિનેતા અમરીશ પુરીથી ડરતો હતો. કરણ જોહરે શાહરૂખ ખાન અને કાજોલ અભિનીત ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું અને તે અમરીશ પુરીથી ડરી રહ્યો હતો કારણ કે તે સીન્સની ડિટેલિંગ વિશે ખુબ કડક હતા.
આ પણ વાંચોઃ આમિરની આ ફિલ્મ સામે બોલિવૂડ અને સાઉથના તમામ સ્ટાર ફેલ: ભલે પછી બાહુબલી હોય કે એનિમલ
આ વ્યક્તિને પગે લાગતા હતો અજય દેવગન
એપિસોડ દરમિયાન કરણ જૂના દિવસોને યાદ કરતા કહેશે- મારે તમને જણાવવું પડશે કે મારા પિતા અને અમરીશ જી એક ગામથી આવતા હતા. તેથી મારા પિતાએ સૌથી પહેલા મને જણાવ્યું કે મારે કોને પગે લાગવાનું છે, તે અમરીશ જી હતા. તેના જવાબમાં અજય કહેશે- એકમાત્ર વ્યક્તિ જેને હું પગે લાગ્યો તે અમરીશ જી છે કારણ કે મેં તેમની સાથે પ્રથમ શોટ લીધો હતો, જેમાં હું તેમને પગે લાગ્યો હતો.
કરણ જોહરને લાગતો હતો ડર
કરણ આગળ કહેશે- તેથી હું તેમનાથી ખુબ ડરતો હતો. જ્યારે મેં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં એડી હતો, તો તે ડિટેલિંગ આપવામાં વિશેષ રસ ધરાવતા હતા. તે આવતા હતા અને કહેતા કે ટાઈમ શું છે? મેં ટાઈમ જણાવી દીધો, મને લાગ્યું કે તે મને ટાઈમ પૂછી રહ્યાં છે. તેમણે કહ્યું- લંડનમાં સમય શું છે? સીનનો શું સમય છે?. જેથી હું સમયને તે ટાઇમમાં સેટ કરૂ. સાતત્ય અંગે તેણે કહ્યું કે, મને શાલ કેવી રીતે વીંટાળવી તેનો ડર લાગતો હતો. તેઓ ખૂબ જ અદ્ભુત વ્યક્તિ હતા. અમરીશ પુરી વિશે વાત કરતાં અજય દેવગણે કહ્યું, 'તે કહેતા હતા અને એ સાચું છે કે જો કોઈના ઘરે લગ્ન હોય, કોઈના ઘરે મૃત્યુ હોય, તો તે ત્યાં જનાર પ્રથમ વ્યક્તિ હતા.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube