આમિર ખાનની આ ફિલ્મ સામે બોલિવૂડ અને સાઉથના તમામ સ્ટાર ફેલ : ભલે પછી Bahubali, Animal હોય કે Pathan

IMBD અનુસાર, આ ફિલ્મનું વિશ્વભરમાં કુલ કલેક્શન 1924.7 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં આ લિસ્ટમાં આમિરની વધુ બે ફિલ્મો સામેલ છે. વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' આ લિસ્ટમાં 8મા નંબર પર છે.

આમિર ખાનની આ ફિલ્મ સામે બોલિવૂડ અને સાઉથના તમામ સ્ટાર ફેલ : ભલે પછી Bahubali, Animal હોય કે Pathan

Aamir Khan Has A Big Record In His Name: આમીરખાને આ ફિલ્મ માટે પોતાનો જીવ રેડી દીધો હતો અને 3 છોકરીઓનો બાપ બન્યો હતો. ઓવરવેટેડ શરીર સાથે આમીરે આ ફિલ્મ માટે કોઈ કસર છોડી ન હતી. જેને પગલે સાઉથની ફિલ્મ હોય કે બોલિવૂડની એક પણ ફિલ્મ આમિરખાનની આ ફિલ્મનો રેકોર્ડ તોડી શકી નથી. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન છેલ્લા 3 દાયકાથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહ્યા છે, ભલે તેની છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હોય, પરંતુ તેના નામે એક એવો રેકોર્ડ છે, જે આજ સુધી કોઈ તોડી શક્યું નથી અને ભવિષ્યમાં પણ તેને તોડી શકે તેવી શક્યતા નથી.

બોલિવૂડના દિગ્ગજ કલાકારોની યાદીમાં આમિર ખાનનું નામનું નામ મોખરે છે. આમિર દમદાર અભિનયથી દુનિયાભરમાં પોતાનું એક અદ્ભુત નામ બનાવ્યું છે. તેઓ છેલ્લા 3 દાયકાથી બોલિવૂડમાં સક્રિય છે. આજે અમે તમને આમિર સાથે જોડાયેલી એક એવી જ વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે પણ અજાણ હશો.

આમિર ખાને વર્ષ 1988માં ફિલ્મ 'કયામત સે કયામત તક' દ્વારા લીડ એક્ટર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તે પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોમાં લોકપ્રિય થઈ ગયો હતો. આમીરની આ 35 વર્ષની ફિલ્મી કરિયરમાં તેણે ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આમિરની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી નથી, તેમ છતાં તે એક બાબતમાં એટલો આગળ છે કે બોલિવૂડ કે સાઉથના ઘણા મોટા નામો પણ તેને પાછળ છોડી શક્યા નથી, પછી ભલે તેઓ શાહરૂખ ખાન હોય કે સલમાન ખાન કે પછી સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ.

અહીં અમે વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મો વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં આમિર 2016થી નંબર 1 પર રહ્યો છે. 2016માં રિલીઝ થયેલી આમિરની ફિલ્મ 'દંગલ'એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને આજે પણ તે વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાં નંબર વન પર છે.

IMBD અનુસાર, આ ફિલ્મનું વિશ્વભરમાં કુલ કલેક્શન 1924.7 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં આ લિસ્ટમાં આમિરની વધુ બે ફિલ્મો સામેલ છે. વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' આ લિસ્ટમાં 8મા નંબર પર છે. આ ફિલ્મનું વર્લ્ડવાઈડ કુલ કલેક્શન 830.8 કરોડ રૂપિયા છે.  આમિરની બીજી ફિલ્મ 'પીકે' જે વર્ષ 2014માં રિલીઝ થઈ હતી, તે આ લિસ્ટમાં 10મા સ્થાને છે. આ ફિલ્મનું વર્લ્ડવાઈડ કુલ કલેક્શન 742.3 કરોડ રૂપિયા છે.

આ લિસ્ટમાં પ્રભાસની ફિલ્મ 'બાહુબલી 2' 1749 કરોડ રૂપિયાના વિશ્વવ્યાપી કલેક્શન સાથે બીજા સ્થાને છે, જ્યારે શાહરૂખ ખાનની તાજેતરની ફિલ્મ 'જવાન' પાંચમા સ્થાને છે અને 'પઠાણ' આમાં છઠ્ઠા સ્થાને છે. જેનું વિશ્વભરમાં કુલ કલેક્શન રૂ. 1046.5 કરોડ રૂપિયા છે. બીજી તરફ આ લિસ્ટમાં સલમાન ખાનની એક ફિલ્મ પણ સામેલ છે. સલમાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન' 858.8 કરોડના કલેક્શન સાથે 7મા ક્રમે છે. આમ કમાણીની બાબતમાં આમિરખાનનથી આગળ કોઈ નથી. તેની 3 ફિલ્મો ટોપ 10માં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news