Sirf Ek Bandaa Kaafi Hai: બોલીવુડના ઉમદા અભિનેતાઓ માંથી એક છે મનોજ બાજપાયી. ટૂંક સમયમાં જ તેમની વધુ એક દમદાર ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઝી 5 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ એક બાબાના જીવન પર આધારિત છે જેણે એક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોય છે. મનોજ બાજપાઈ આ ફિલ્મમાં વકીલનું પાત્ર ભજવી રહ્યા છે જે તે બાળકીને ન્યાય અપાવશે અને બાબાને સજા. આ ફિલ્મ 23 મે ના રોજ zee5 પર રિલીઝ થશે. જોકે આ કોઈ પહેલી ફિલ્મ નથી જેમાં બાબાનું નેગેટિવ પાત્ર દેખાડવામાં આવ્યું હોય. આ પહેલા પણ ઘણી ફિલ્મો એવી આવી છે જેમાં આ પ્રકારે બાબાઓનું નેગેટિવ પાત્ર દેખાડવામાં આવ્યું હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વિવાદ અને વિરોધ વચ્ચે ફિલ્મ The Kerala Story આ 37 દેશોમાં થશે રિલીઝ


એસએસ રાજામૌલી મહાભારત પર બનાવશે ફિલ્મ, પોતાના ડ્રીમ પ્રોજેક્ટ અંગે કર્યો મોટો ખુલાસો


ફિલ્મના પ્રમોશન દરમિયાન લપસી પડી પ્રિયંકા, પછી જે થયું તે જોઈને પ્રિયંકા રહી ગઈ દંગ


Pk


વર્ષ 2014માં આમિર ખાન અને અનુષ્કા શર્મા ની પીકે ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં સૌરભ શુક્લા બાબા તપસ્વી મહારાજનું પાત્ર ભજવી રહ્યા હતા. જેમાં તપસ્વી લોકોને બેવકૂફ બનાવે છે તેવું દેખાડવામાં આવ્યું હતું. 


સિંઘમ ટુ


આ લિસ્ટમાં બીજું નામ અજય દેવગનની ફિલ્મ સિંઘમ ટુ નું છે જેમાં પણ એક બાબાનું નેગેટિવ પાત્ર દેખાડવામાં આવ્યું હતું. બાબાના પાત્રમાં અમોલ ગુપ્તે જોવા મળ્યા હતા જેનો સંબંધ પોલિટિશિયન સાથે હોય છે અને ખરેખર અમોલ ગુપ્તે વિલન હોય છે.


ઓ માય ગોડ


આ લિસ્ટમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ ની ફિલ્મ ઓ માય ગોડ પણ આવે છે. જેમાં ધર્મના નામે કેવી રીતે અંધવિશ્વાસ ચલાવવામાં આવે છે તે દેખાડવામાં આવ્યું હતું. તેમાં પરેશ રાવલ કાનજીભાઈ ના રોલમાં હતા અને તેમણે ભગવાન પર કેસ કર્યો હતો. ત્યાર પછી કોર્ટમાં કાનજીભાઈ વર્સિસ બાબાઓ વચ્ચે લડાઈ જોવા મળી હતી.


આશ્રમ


બોલીવુડ અભિનેતા બોબી દેઓલ આશ્રમ સીરીઝમાં બાબાના નેગેટિવ પાત્રમાં જોવા મળ્યા છે. આ વેબ સિરીઝમાં તેણે બાબાનું રોલ પ્લે કર્યો હતો. સિરીઝમાં જોવા મળે છે કે આશ્રમ ચલાવતા બાબા મમ્મી પહેલવાન સહિત અનેક મહિલાઓ સાથે દુશ્કર્મ કરે છે ત્યાર પછી પમ્મી તેનો બદલો લે છે.