ફિલ્મના પ્રમોશન દરમિયાન રેડ કાર્પેટ પર લપસી પડી પ્રિયંકા, પછી જે થયું તે જોઈને દંગ રહી ગઈ અભિનેત્રી

Priyanka Chopra: પ્રિયંકા ચોપડાએ હાલમાં જ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, રેડ કાર્પેટ પર ચાલતી વખતે તેણે ડ્રેસની નીચે ઊંચી હિલ્સ પહેરી હતી જેથી તે લાંબી દેખાય અને ડ્રેસનો લુક સારો આવે. પરંતુ રેડ કાર્પેટ પર ચાલતી વખતે હિલ્સના કારણે તે લપસી પડી હતી.

ફિલ્મના પ્રમોશન દરમિયાન રેડ કાર્પેટ પર લપસી પડી પ્રિયંકા, પછી જે થયું તે જોઈને દંગ રહી ગઈ અભિનેત્રી

Priyanka Chopra: પ્રિયંકા ચોપડા હાલ પોતાના નવા પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ પ્રિયંકા ચોપડાની સીટાડેલ રીલીઝ થઈ છે અને હવે લવ અગેન ફિલ્મને લઈને તે ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન મોટો ખુલાસો કર્યો હતો. તેને જણાવ્યું હતું કે જ્યારે ન્યૂયોર્કમાં આ ફિલ્મનું પ્રીમિયર હતું ત્યારે રેડ કાર્પેટ પર ચાલતી વખતે તે પોતાની હિલ્સ ના કારણે લપસી પડી હતી. જોકે આ બાબત જાહેરમાં ચર્ચામાં નથી આવી તેનું કારણ છે કે પ્રિયંકા પડી તે સમયે એવું થયું હતું જેના કારણે તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. 

આ પણ વાંચો:

પ્રિયંકા ચોપડાએ હાલમાં જ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, રેડ કાર્પેટ પર ચાલતી વખતે તેણે ડ્રેસની નીચે ઊંચી હિલ્સ પહેરી હતી જેથી તે લાંબી દેખાય અને ડ્રેસનો લુક સારો આવે. પરંતુ રેડ કાર્પેટ પર ચાલતી વખતે હિલ્સના કારણે તે લપસી પડી હતી. તેની આસપાસ લોકો હતા અને મીડિયાકર્મીઓ પણ ઉપસ્થિત હતા.

પ્રિયંકા એ આગળ કહ્યું કે તેના 23 વર્ષના કરિયર માં આવું ક્યારેય થયું નથી. જ્યારે તે રેડ કાર્પેટ પર નીચે પડી ગઈ તો દરેક કેમેરામેને પ્રિયંકા ને કવર કરવાને બદલે કેમેરો ઓફ કરી દીધો. અને પ્રિયંકાને કહ્યું કે તમે આરામથી તમારો સમય લ્યો. આ જોઈને પ્રિયંકા પણ શોક થઈ ગઈ. પ્રિયંકા ચોપડા સાથે રેડ કાર્પેટ પર બનેલી આ દુર્ઘટનાની એક પણ તસવીર કે વીડીયો ઇન્ટરનેટ પર વાયરલ થયો નથી કારણ કે આ સમયે ઇન્ટરનેશનલ મીડિયાએ પ્રિયંકાની કોઈ ક્લિપ ઉતારી નહીં. આ વાતને લઈને પ્રિયંકા ચોપડાએ ઇન્ટરનેશનલ મીડિયાના વખાણ પણ કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news