રહસ્યમયી મોત પછી આ લોકોના સપનામાં આવતી દિવ્યા ભારતી, શ્રીદેવીને પણ થયા હતા વિચિત્ર અનુભવ
Divya Bharti Death Mystery: શૂટિંગ દરમિયાન શ્રીદેવીને પણ ફિલ્મના સેટ ઉપર ઘણા વિચિત્ર અનુભવ થયા હતા. આ સિવાય સેટ ઉપર અન્ય ઘટનાઓ પણ બની હતી, ત્યારબાદ સેટ ઉપર પૂજા કરાવવામાં આવી ત્યાર પછી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ શક્યું.
Divya Bharti Death Mystery: દિવ્યા ભારતી 90 ના દાયકાની એક પ્રખ્યાત અભિનેત્રી હતી. નાની ઉંમરમાં તેની પાસે એક પછી એક ફિલ્મોની લાઈનો લાગેલી હતી. દિવ્યા ભારતીને સાઇન કરવા માટે ફિલ્મ મેકર્સ તેની ઘરની બહાર લાઈનમાં જોવા મળતા. પરંતુ એ દિવસ બોલીવુડ માટે સૌથી ખરાબ હતો જ્યારે દિવ્યા ભારતીના મોતના સમાચાર આવ્યા. દિવ્યા ભારતીનું સ્ટારડમ ટોચ પર હતું અને તેવામાં 5 એપ્રિલ 1995ના રોજ તેનું નિધન થયું.
આ પણ વાંચો:
Rajinikanth ની દીકરી Aishwaryaa ના ઘરમાં ચોરી, 100 તોલા સોનું અને 4 કિલો ચાંદી ગાયબ
એક પછી એક 6 ફિલ્મો ફ્લોપ ગયા બાદ અક્ષય કુમારે કરી નવી ફિલ્મની જાહેરાત, જુઓ પોસ્ટર
સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા છે રામ ચરણની, આ ખેલાડીનો કરવો છે રોલ
મીડિયા રિપોર્ટ અનુસાર દિવ્યા ભારતી નશામાં હતી અને તે પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી નીચે પડી જેના કારણે તેનું મોત થઈ ગયું. જોકે હકીકતમાં દિવ્યા ભારતીના મોતનું રહસ્ય આજ સુધી રહસ્ય જ છે. 19 વર્ષની ઉંમરમાં દિવ્યા ભારતીય એક પછી એક હીટ ફિલ્મો આપી અને તેનું મોત પણ થઈ ગયું. દિવ્યા ભારતીના મોતથી સૌથી મોટો આઘાત તેના માતા પિતાને લાગ્યો હતો. એક મુલાકાત દરમિયાન દિવ્યા ભારતીની માતાએ એવો દાવો કર્યો હતો કે મોત થયા પછી વર્ષો સુધી દિવ્યા તેના સપનામાં આવતી હતી. આ ઉપરાંત જર્નાલિસ્ટ વર્ધા ખાને પણ દાવો કર્યો હતો કે તેના સપનામાં દિવ્યા ભારતી આવતી અને કંઈક કહેવાનો પ્રયત્ન કરતી.
દિવ્યા ભારતીનું મોત ત્યારે થયું જ્યારે તે ઘણી મોટી ફિલ્મોમાં કામ કરવાની હતી. તેમાંથી એક ફિલ્મ લાડલા પણ હતી. આ ફિલ્મમાં દિવ્યા ભારતી હતી અને તેની સાથે 90% શૂટિંગ પૂરું કરી લેવામાં આવ્યું હતું. પરંતુ દિવ્યા ભારતીના મોત પછી શ્રીદેવી સાથે ફિલ્મને ફરીથી બનાવવામાં આવી.
ચર્ચાઓ એવી પણ હતી કે શૂટિંગ દરમિયાન શ્રીદેવીને પણ ફિલ્મના સેટ ઉપર ઘણા વિચિત્ર અનુભવ થયા હતા. તે ઘણી વખત પોતાના ડાયલોગ્સ ભૂલી જતી. આ ડાયલોગ્સ ઉપર દિવ્યા ભારતી પણ અટકી જતી હતી. આ સિવાય સેટ ઉપર અન્ય ઘટનાઓ પણ બની હતી ત્યારબાદ સેટ ઉપર પૂજા કરાવવામાં આવી ત્યાર પછી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ શક્યું.