Rajinikanth ની દીકરી ઐશ્વર્યાના ઘરમાં ચોરી, 18 વર્ષ જુની કામવાળી ચોરી ગઈ 100 તોલા સોનું અને 4 કિલો ચાંદી

Aishwaryaa Rajinikanth Jewellery Stolen: રજનીકાંતની દીકરી એશ્વર્યા રજનીકાંતના ઘરમાં ચોરી થઈ છે. એશ્વર્યાના ઘરમાંથી 100 તોલા સોનુ અને ચાર કિલો ચાંદીના દાગીના ચોરાયા હતા. પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા ચોરીના કેસમાં તેનો ડ્રાઇવર અને કામવાળી સંડોવાયેલા નીકળ્યા. 

Rajinikanth ની દીકરી ઐશ્વર્યાના ઘરમાં ચોરી, 18 વર્ષ જુની કામવાળી ચોરી ગઈ  100 તોલા સોનું અને 4 કિલો ચાંદી

Aishwaryaa Rajinikanth Jewellery Stolen: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી અને ફિલ્મ ડિરેક્ટર એશ્વર્યા રજનીકાંત હાલ ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે તેના ઘરમાં થયેલી મોટી ચોરી. એશ્વર્યાના ઘરમાં 21 માર્ચે મોટી ચોરી થઈ છે. આ મામલે એશ્વર્યાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કર્યા બાદ ઘરમાં જ કામ કરતા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 

મંગળવારે સામે આવ્યું હતું કે રજનીકાંતની દીકરી એશ્વર્યા રજનીકાંતના ઘરમાં ચોરી થઈ છે. એશ્વર્યાના ઘરમાંથી 100 તોલા સોનુ અને ચાર કિલો ચાંદીના દાગીના ચોરાયા હતા. પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા ચોરીના કેસમાં તેનો ડ્રાઇવર અને કામવાળી સંડોવાયેલા નીકળ્યા. 

ચોરીના આ કેસમાં પોલીસે ઐશ્વર્યાની 18 વર્ષ જૂની કામવાળી ઈશ્વરીની ધરપકડ કરી છે. જેણે તેના ડ્રાઇવર વેંકટેશના કહેવા પર ચોરી કરી હતી. મહત્વનું છે કે ઈશ્વરી છેલ્લા 18 વર્ષથી ઐશ્વર્યાના ઘરમાં કામ કરતી હતી અને ઐશ્વર્યાને તેના પર વિશ્વાસ હતો. એશ્વર્યા લોકરની ચાવી ક્યાં રાખે છે તે પણ કામવાળીને ખબર હતી. તે છેલ્લા ઘણા સમયથી લોકર ખોલીને એક એક કરીને સોના ચાંદીના ઘરેણા ચોરી કરતી હતી. ઘરેણા વેંચીને તેણે ઘર પણ ખરીદી લીધું હતું. આ મામલે ખુલાસો થયા બાદ પોલીસે તેના મકાનના દસ્તાવેજ પણ જપ્ત કરી લીધા છે.

એશ્વર્યાએ પોલીસમાં ફરિયાદ ગયા મહિને કરી હતી. ચોરાયેલા ઘરેણામાં એક ડાયમંડ સેટ, એક નવરત્ન સેટ, નેકલેસ, બંગડી અને જુનવાણી ઘરેણાનો સમાવેશ થાય છે. એશ્વર્યાએ ફરિયાદમાં લખાવ્યું હતું કે આ ઘરેણા તેણે છેલ્લી વખત 2019 માં પોતાની બહેન સૌંદર્યના લગ્નમાં પહેર્યા હતા ત્યાર પછી તેણે લોકરમાં રાખી દીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news