Income Tax Raid: મોટી મુસીબતમાં ફસાયા અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ, જાણો વિગતવાર માહિતી
ટેક્સ ચોરી મામલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) પર આવકવેરા વિભાગનો સકંજો બરાબર કસાઈ રહ્યો છે.
નવી દિલ્હી: ટેક્સ ચોરી મામલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) પર આવકવેરા વિભાગનો સકંજો બરાબર કસાઈ રહ્યો છે. ગુરુવારે મોડી રાત સુધી આ મામલે રેડની કાર્યવાહી ચાલુ હતી. હાલમાં જ આ કેસમાં અનેક મોટા ખુલાસા થયા. જેમાં રેડના કારણોની જાણકારી મળી. હવે આ મામલે ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની (KWAN Talent Management Company) નું નામ પણ સામે આવ્યું છે. આવકવેરા વિભાગે તેની ઓફિસે પણ રેડ મારી છે.
ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીનું નામ આવ્યું સામે
ફેન્ટમ ફિલ્મ્સ (Phantom Films) ના ટેક્સ ચોરી મામલે સતત ત્રીજા દિવસે એટલે કે ગુરુવારે મોડી રાત સુધી મુંબઈમાં ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીની ઓફિસ પર આવકવેરા અધિકારીઓની રેડ ચાલુ હતી. ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ (KWAN Talent Management) ની ઓફિસ પર આવકવેરા અધિકારીઓની રેડ 36 કલાક ચાલી. મોડી રાતે એક વાગે 5-6 અધિકારીઓ ક્વાન ઓફિસ બિલ્ડિંગમાંથી બહાર નીકળતા જોવા મળ્યા.
હજુ પણ ખતમ નથી થઈ રેડની કાર્યવાહી
સૂત્રોના જણાવ્યાં મુજબ આવકવેરા વિભાગ (Income Tax Department) ની આ રેડ હજુ એક બે દિવસ વધુ ચાલશે. મોડી રાત સુધી ચાલેલી આ રેડમાં અધિકારીઓની સાથે જયા સાહા પણ હાજર રહી હતી. જયા સહા સુશાંત સિંહ મામલે પણ ચર્ચિત નામ હતું. જયા સાહા સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર રહી ચૂકી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આવકવેરા અધિકારીઓએ જયા સહા(Jaya Saha) પાસેથી પણ 350 કરોડની કથિત ગડબડી અને ફેન્ટમ પ્રોડક્શન હાઉસ સાથે થયેલી ડીલ અંગે જાણકારી મેળવી છે.
ટેક્સ ચોરી અને હેરાફેરીનો મામલો
અત્રે જણાવવાનું કે ગુરુવારે આવકવેરાની દરોડા કાર્યવાહી દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. રેડમાં અત્યાર સુધીમાં 350 કરોડ રૂપિયાની ટેક્સચોરી અને 300 કરોડ રૂપિયાની હેરાફેરીનો ખુલાસો થયો છે. આ બાજુ તાપસી પન્નુ (Taapsee Pannu)ના નામ પર 5 કરોડ કેશની રિસિપ્ટ રિકવર થઈ છે જેની તપાસ ચાલુ છે.
7 લોકર કરાયા સીઝ
દરોડા દરમિયાન 7 લોકરની પણ જાણકારી મળી છે. જેમને વિભાગે સીઝ કરી દીધા છે. આ ઉપરાંત ફેક બીલથી 20 કરોડ રૂપિયાની ગડબડીની વાત પણ ધ્યાનમાં આવી છે. આવકવેરા વિભાગે પ્રેસ રિલીઝ બહાર પાડીને કહ્યું કે 3 માર્ચ એટલે કે બુધવારથી 2 મોટા ફિલ્મ પ્રોડક્શન હાઉસ, એક અભિનેત્રી અને મુંબઈની 2 ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના ઠેકાણા પર દરોડાના કાર્યવાહી થઈ રહી છે. દરોડા મુંબઈ, દિલ્હી, પુણે અને હૈદરાબાદમાં કુલ 28 જગ્યાએ થઈ રહી છે.
આ પણ એક કારણ
અત્રે જણાવવાનું કે આવવેરા વિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ ફેન્ટમ ફિલ્મ્સે પોતાના કેટલાક શેર Inflated Rate પર રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટને વેચ્યા હતા, જેનો ટેક્સ પણ ચૂકવ્યો નથી. આ પણ ફેન્ટમ ફિલ્મ્સ પર રેડનું એક કારણ છે. લગભગ 20 દિવસ પહેલા આવકવેરા વિભાગે ફેન્ટમ ફિલ્મ્સ સાથે જોડાયેલા ડાઈરેક્ટર્સ, અભિનેતા, પ્રોડ્યૂસર્સ, ડિસ્ટ્રિબ્યૂટર્સને નોટિસ મોકલી હતી. જેમાંથી મટોાભાગના લોકોએ નોટિસનો જવાબ આપ્યો હતો કે ફેન્ટમ ફિલ્મ કંપની વર્ષ 2018માં ડિસોલ્વ થઈ ગઈ છે અને તેઓ હાલ તેની સાથે જોડાયેલા નથી. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ IT વિભાગ ક્રોસ ચેકિંગ માટે ફેન્ટમ ફિલ્મ્સ સાથે જોડાયેલા ઓડિટર્સનો પણ સંપર્ક કરી શકે છે.
સામે આવી હતી આ વાત
અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ અનેક એવા ખુલાસા થયા. આવકવેરા સૂત્રોના જણાવ્યાં મુજબ અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને તાપસી પન્નુ (Taapsee Pannu) પર આવકવેરા વિભાગના દરોડાનું મૂળ કારણ સામે આવ્યું હતું. કહેવાયું હતું કે આ રેડનું મુખ્ય કારણ છે અનુરાગ કશ્યપનું હાલમાં જ કરાયેલું પ્રોપર્ટીમાં રોકાણ. અનુરાગે 16 કરોડ રૂપિયામાં ઘર ખરીદવામાં રોકાણ કર્યું. આ ઘરને ખરીદવામાં મોટી રકમ તે કંપનીના એકાઉન્ટથી ચૂકવવામાં આવી હતી. જે કંપની હવે બંધ કરી દેવાઈ છે.
હવે મામલો વધી ગયો
આ સાથે જ કહેવાયું કે તાપસી પન્નુએ પોતાના ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈન અને ડેકોર કરાવ્યું હતું. જેનું પેમેન્ટ પણ આ કંપનીના ખાતામાંથી કરાયું હતું. આ બધાના કારણે આ તપાસ શરૂ થઈ. જે હવે વર્ષ 2011થી વર્તમાન આવકવેરા ચૂકવણી સુધી પહોંચી ગઈ. આવકવેરા વિભાગને એ વાતની જાણકારી મળી છે કે કંપનીના લાભ છૂપાવવા માટે કંપનીને બંધ કરી દેવાઈ છે. ફેન્ટમ ફિલ્મ્સ સાથે જોડાયેલા તમામ લોકો અને આ કંપનીના ખાતેથી કરાયેલી ચૂકવણીની તપાસ ચાલુ છે.
ફંક્શનલ નથી ફેન્ટમ ફિલ્મ્સ
ફેન્ટમ ફિલ્મ્સ એક પ્રાઈવેટ કંપની હતી, જેની સ્થાપના 2010માં થઈ હતી. આ કંપનીના ફાઉન્ડર છે અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી, વિકાસ બહલ અને મધુ મન્ટેના. આ કંપની ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યૂશનનું કામ કરતી હતી. માર્ચ 2015માં રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટે આ કંપનીમાં 50 ટકા ભાગીદારી ખરીદી હતી. ત્યારબાદ 2018માં વિકાસ બહલને આ કંપનીમાંથી બેદખલ કરી દેવાયો. ત્યારબાદ આ પ્રોડક્શન હાઉસ ડીફંક્ટ થઈ ગયું. બધાએ જાહેરાત કરી કે તમામ ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મો હવે અલગ અલગ બનાવશે. ત્યારબાદ અનુરાગ કશ્યપે નવી પ્રોડક્શન કંપની ગુડ બેડ ફિલ્મ્સ શરૂ કરી. જ્યારે મોટવાણીએ આંદોલન ફિલ્મ્સ શરૂ કરી.
આ આર્ટિકલ પણ વાંચો...
Anurag અને તાપસીના ઘરે IT દરોડા થયો મોટો ખુલાસો, તાપસી પાસેથી 5 કરોડ કેશ લેવાના પુરાવા મળ્યા
Anurag Kashyap અને Taapsee Pannu ની મુશ્કેલીઓ વધી, IT ની રેડમાં સામે આવ્યું મોટું રહસ્ય
Amazon Prime Video ફરી મુશ્કેલીમાં, આ અભિનેત્રીના ફોટાનો એસ્કોર્ટ તરીકે થયો ઉપયોગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube