Anurag Kashyap અને Taapsee Pannu ની મુશ્કેલીઓ વધી, IT ની રેડમાં સામે આવ્યું મોટું રહસ્ય
ઇનકમ ટેક્સ (Income Tax) વિભાગના આધિકારી ગુરૂવારે પણ તાપસી પન્નૂ અને અનુરાગ કશ્યપ (Anurag Kashyap) નું નિવેદન લેવામાં આવ્યું. પૂણેના વેસ્ટિન હોટલમાં નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂ, ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) સહિત ફિલ્મ ઇંડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક લોકોએ કંપની પર ગઇકાલે ઇનકમ ટેક્સની રેડ પાડી હતી. ગુરૂવારે પણ આ મામલે ઇનકમ ટેક્સ વિભાગની કાર્યવાહી ચાલુ છે, આજે IT ઓફિસરોએ અનુરાગ કશ્યપ (Anurag Kashyap), તાપસી પન્નૂ (Taapsee Pannu) નું નિવેદન નોંધ્યું છે. આ ઉપરાંત ઇનકમ ટેક્સ (Income Tax) વિભાગે કેટલાક લોકર્સ પર પાબંધી લગાવી દીધી છે.
ઇનકમ ટેક્સ (Income Tax) વિભાગના આધિકારી ગુરૂવારે પણ તાપસી પન્નૂ અને અનુરાગ કશ્યપ (Anurag Kashyap) નું નિવેદન લેવામાં આવ્યું. પૂણેના વેસ્ટિન હોટલમાં નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. ઇનકમ ટેક્સ વિભાગ દ્રારા તમામના ફોન લઇ લેવામાં આવ્યા છે, પૂછપરછ દરમિયાન ક્રૂ-મેંબર અને અન્ય સ્ટાફ પણ હાજર છે.
Video: પોલાર્ડએ ફટકાર્યા 6 બોલમાં 6 છગ્ગા, યુવરાજે 14 વર્ષ પહેલાં કર્યો હતો કમાલ
સામે આવ્યું મોટું કારણ
ઇનકમ ટેક્સના સૂત્રોના અનુસાર અનુરાગ (Anurag Kashyap) અને તાપસી પન્નૂ (Taapsee Pannu) પર ઇનકમ ટેક્સની રેડનું મૂળ કારણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રેડનું કારણ અનુરાગ કશ્યપ (Anurag Kashyap) એ તાજેતરમાં જ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. અનુરાગે 16 કરોડ રૂપિયા ઘરીદવામાં રોક્યા છે. આ ઘરને ઘરીદવામાં મોટી રકમ તે કંપનીના એકાઉન્ટમાંથી આપવામાં આવી, જે કંપની હવે બંધ કરી દેવામાં આવી છે.
હવે વધી ગયો મામલો
આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે તાપસી પન્નૂ (Taapsee Pannu) એ પોતાના ઘરનું ઇન્ટીરિયર ડિઝાઇન અને ડેકોર કરાવ્યું હતું. તેનું પેમેંટ પણ આ કંપનીના ખાતામાંથી કરવામાં આવ્યું. આ મામલાના લીધે આ તપાસ શરૂ થઇ છે, જે હવે વર્ષ 2011થી હાલ ઇનકમ રિટર્ન સુધી પહોંચી ગઇ છે. ઇનકમ ટેક્સને આ વાતની જાણકારી મળી છે કે કંપનીનો પ્રોફિટ છુપાવવા માટે કંપનીને બંધ કરી દેવામાં આવી છે. ફેંટમ ફિલ્મ્સ(Phantom Films) સાથે જોડાયેલા તમામ લોકો અને તેનાથી કંપનીના ખાતમાં કરવામાં આવેલી ચૂકવણીની તપાસ કરવામાં આવી રહી છે.
Gold Price Today: હવે મોંઘું થશે સોનું? એક્સપર્ટ પાસેથી જાણો ક્યારે ખરીદવું સોનું?
ડિજિટલ ડિવાઇસનું બેકઅપ, લોકર્સ પર પાબંધી
સર્ચ અભિયાન દરમિયાન ઇનકમ ટેક્સ વિભાગના અધિકારી તમામ ડિજિટલ ડિવાઇસનું બેકઅપ રાખે છે. આ ઉપરાંત વોટ્સએપ ચેટનું પણ બેકઅપ લેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તેની તપાસ થશે. સર્ચ પુરી થયા બાદ જો કોઇ સામાનને જપ્ત કરવા માંગે છે, તો તે પણ કરવામાં આવશે. આઇટી સૂત્રોનું માનીએ તો તેમને સર્ચ ઓપરેશન દરમિયાન નક્કર પુરાવા મળ્યા છે.
Gujarat Budget 2021: અમદાવાદને મળી આ 10 ભેટ, મ્યુઝિયમથી માંડીને માર્કેટ
ઇનકમ ટેક્સ વિભાગે અત્યાર સુધી 7 લોકર્સ પર પાબંધી લગાવી દીધી છે. એટલે કે માલિક તેને ખોલી શકશે નહી. જાણકારી અનુસાર ફેંટમ ફિલ્મ્સ હજુ પણ કામ કરીર અહી છે. આ અંગે પણ નિવેદન નોંધવામાં આવ્યું છે.
ડિજિટલ ડેટા દ્રારા સામે આવ્યું છે કે ટેક્સના મામલે મોટી ગરબડી હતી. ઇનકમ ટેક્સ વિભાગ દ્રારા હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. બુધવારે પૂણેમાં શરૂ થયેલી ઇનકમ ટેક્સ વિભાગની રેડ મોડી રાત સુધી ચાલી હતી. એટલું જ નહી, ઇનકમ ટેક્સ વિભાગની ટીમે અનુરાગ કશ્યપ, તાપસી પન્નૂ સાથે મોડી રાત સુધી સવાલ-જવાબ પણ કરવામાં આવ્યા.
1 કરોડ ફ્રી એલપીજી કનેક્શન આપશે મોદી સરકાર, સિલેન્ડર બુકિંગનો નિયમ પણ બદલાયો
ઇનકમ ટેક્સ વિભાગના સૂત્રોના અનુસાર અનુરાગ કશ્યપ- તાપસી પન્નૂના ઠેકાણા પર જે રેડ પાડવામાં આવી છે તે ત્રણ દિવસ સુધી ચાલી શકે છે. કારણ કે અધિકારીઓને ઘણા ડિજિટલ ડોક્યુમેંટ એકઠા કરવાના છે, એટલા માટે તેમને સમય લાગી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube