T20 ઇન્ટરનેશનલમાં પોલાર્ડએ ફટકાર્યા 6 બોલમાં 6 છગ્ગા, યુવરાજે 14 વર્ષ પહેલાં કર્યો હતો કમાલ

વેસ્ટઇંડીઝના કેપ્ટન પોલાર્ડે અકિલા ધનંજયની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી, જેમણે આ ઇનિંગમાં હેટ્રિક લીધી હતી. રસપ્રદ વાત એ રહી કે તેમણે સતત ત્રણ બોલ પર ઇવિન લુઇસ, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરનને આઉટ કર્યો હતો.

T20 ઇન્ટરનેશનલમાં પોલાર્ડએ ફટકાર્યા 6 બોલમાં 6 છગ્ગા, યુવરાજે 14 વર્ષ પહેલાં કર્યો હતો કમાલ

એટીંગા: વેસ્ટઇંડીઝના કેપ્ટન કીરોન પોર્લાડે કમાલ કરી દીધી છે. 33 વર્ષના આ કેરેબિયાઇ ધુરંધરે એંટીગામાં શ્રીલંકા વિરૂદ્ધ પહેલી ટી20 ઇન્ટરનેશનલમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારી છે. 

પોલાર્ડ આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર ટી20 ઇન્ટરનેશનલના ઇતિહાસમાં ફક્ત બીજા બેટ્સમેન બન્યા છે. સૌથી પહેલાં આ કારનામો ભારતના યુવરાજ સિંહે કર્યો હતો. તેમણે 2007 ની ટી20 વર્લ્ડકપ દરમિયાન ઇગ્લેંડ વિરૂદ્ધ એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. ત્યારે આ ભારતીય ઓલરાઉન્ડરે ગ્રુપ મેચ દરમિયના સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 36 રન લૂંટી લીધા હતા. 

— AlreadyGotBanned 😄 (@KirketVideoss) March 4, 2021

— 🌿Epitomethinker🌿💫 (@Epitomethinker) March 4, 2021

— ICC (@ICC) March 4, 2021

વેસ્ટઇંડીઝના કેપ્ટન પોલાર્ડે અકિલા ધનંજયની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી, જેમણે આ ઇનિંગમાં હેટ્રિક લીધી હતી. રસપ્રદ વાત એ રહી કે તેમણે સતત ત્રણ બોલ પર ઇવિન લુઇસ, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરનને આઉટ કર્યો હતો. પરંતુ પોલાર્ડને ઉતારતાં જ પોતાનો રંગ જમાવ્યો. 

ઇનિંગના છઠ્ઠા ઓવરમાં પોલાર્ડએ 6 સિક્ક્સર ફટકારી. અંતે 11 બોલમાં 38 રન બનાવીને પરત ફર્યા. સતત છ સિક્સર ખાતા પહેલાં ધનંજયે પોતાની ગત ઓવરમાં હેટ્રિક લીધી હતી. પરંતુ ત્યારબાદ પોલાર્ટ ક્રીજ પર ઉતર્યા અને આ શ્રીલંકાઇ સ્પિનર પર હુમલો કર્યો. 

પોલાર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારનાર ત્રીજા બેટ્સમેન છે. દક્ષિણ આફ્રીકાના હર્શલ ગિબ્સએ 2007ના વનડે વર્લ્ડકપમાં એક ઓવરમાં 36 રન બનાવીને સૌથી પહેલાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. ગિબ્સે નેધરલેંડના બોલર ડૈન વૈન બંજની ઓવરની તમામ 6 બોલમાં છ સિક્સર ફટકારી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news