Mithun Chakraborty Disco Dancer Film 1982: બોલિવૂડના ત્રણ ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનને હજુ પણ બોક્સ ઓફિસ હિટ મશીન માનવામાં આવે છે. ન જાણે આ ત્રણેયના ખાતામાં એવી કેટલી ફિલ્મો હશે, જેણે 100 કરોડથી વધુની કમાણી કરી હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે તમે વિચારતા હશો કે જો આ ત્રણમાંથી કોઈની પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રથમ 100 કરોડની કમાણી કરી ન હતી તો એ ફિલ્મ કોની હતી? તો ચાલો તમને આ વિશે માહિતી આપીએ. તમને જણાવી દઈએ કે, પહેલાના જમાનામાં, કોઈપણ ફિલ્મની હિટ અને સુપરહિટની ઓળખ થિયેટરમાં તેના 25 અઠવાડિયા, 50 અઠવાડિયા અથવા 75 અઠવાડિયા પછી થતી હતી, પરંતુ આજે ફિલ્મની સફળતાને માપવાની એક નવી રીત છે - 100 કરોડ ક્લબ. 



આ પણ વાંચો:
આ છે દેશની સૌથી સસ્તી Sunroof કાર, CNG ઓપ્શન પણ છે અવેલેબલ
માર્કેટમાં ધૂમ મચાવા આવી ગયો છે Nokia નો Flip Phone, 7,000 માં મેળવો આકર્ષક ફીચર્સ
IPL 2023 સાથે ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓના કરિયરનો આવ્યો અંત!


હા, 100 કરોડ ક્લબ એ કમાણી માપવાનો એક અનોફીશીયલ રસ્તો છે, મોટા સ્ટાર્સ અને દિગ્દર્શકો પણ તેમની ફિલ્મોની સફળતા આના દ્વારા માપે છે. તમને જાણીને નવાઈ લાગશે કે 100 કરોડની કમાણી કરનાર પ્રથમ બોલિવૂડ ફિલ્મ ત્રણ દાયકા પહેલા રિલીઝ થઈ હતી.


વિશ્વભરમાં 100 કરોડનો બિઝનેસ કરનાર પ્રથમ ફિલ્મ 1982માં રિલીઝ થયેલી 'ડિસ્કો ડાન્સર' હતી. આ ફિલ્મમાં જ્યારે મિથુન ચક્રવર્તી, સોનેરી, ચમકદાર કપડાંમાં ડિસ્કોની ધૂન પર ડાન્સ કરતો ત્યારે છોકરીઓ બેહોશ થઈ જતી, છોકરાઓ પાગલ થઈ જતા. બાબર શાહ 'ડિસ્કો ડાન્સર'ના દિગ્દર્શક હતા અને તેની સ્ટોરી રાહી માસૂમ રઝાએ લખી હતી. આ ફિલ્મે રશિયાની બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કર્યો હતો અને ત્યાંથી 90 કરોડનો બિઝનેસ કર્યો.



'ડિસ્કો ડાન્સર' પછી આ '100 કરોડ'નો તાજ મેળવવા માટે હિન્દી સિનેમાને લગભગ 12 વર્ષ રાહ જોવી પડી હતી. ત્યારબાદ 1994ની ફિલ્મ આવી જેણે આવનારી ઘણી પેઢીઓ માટે એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યું. આ ફિલ્મ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'હમ આપકે હૈ કૌન' હતી. તે ભારતની બીજી 100 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની હતી.


આ પણ વાંચો:
બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ OTT પર રિલીઝ થઈ રહી છે The Kerala Story!
Vodafone-Idea એ લોન્ચ કર્યા 3 ધુઆંધાર પ્લાન! માત્ર 17 રૂપિયામાં મેળવો Unlimited ડેટા
June 2023 Horoscope: આ 4 રાશિઓ માટે જૂન મહિનો ખૂબ જ ભાગ્યશાળી રહેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube