નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયૂ)માં અભિનેત્રી દીપિકા પાદુકોણના જવાને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઘણા નેતાઓએ દીપિકાની ફિલ્મ છપાકને બાયકોટ કરવાની અપીલ કરી છે. આ વચ્ચે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડકરે કહ્યું કે, આ લોકતંત્ર છે, કોઈ ક્યાંય પણ જઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાવડકરે કહ્યું કે, દેશમાં ગમે ત્યાં હિંસા થાય, તેની નિંદા કરીએ છીએ. વિશ્વ વિદ્યાલયમાં જ્યાં બધા લોકો અભ્યાસ કરવા જાય છે, ત્યાં હિંસાનું કોઈ સ્થાન નથી. જેએનયૂમાં જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું હતું, તેને કેટલાક સંગઠન રોકી રહ્યાં હતા. આ તેનું કામ નથી. માસ્કધારી ઉઘાડા પડશે. 


જેએનયૂમાં હિંસાનો શિકાર થયેલા છાત્રોને મળવા મંગળવારે રાત્રે દીપિકા પાદુકોણ જેએનયૂ કેમ્પસ પહોંચી હતી. અહીં પહોંચીને તેણે જવાહરલાલ નેહરુ વિશ્વ વિદ્યાલય છાત્રસંઘની અધ્યક્ષ આઇશી ઘોષ સાથે મુલાકાત કરી હતી. રવિવારે 5 જાન્યુઆરીની રાત્રે માસ્કધારી હુમલાખોરોએ આઇશી ઘોષ પર હુમલો કર્યો અને તે લોહીલુહાણ થઈ હતી. દિલ્હી પોલીસે જેએનયૂ તંત્રની ફરિયાદ પર આઇશી ઘોષ વિરુદ્ધ મંગળવારે એક એફઆઈઆર પણ નોંધાવી છે. 


દીપિકાનું સમર્થન
દીપિકા પાદુકોણ મંગળવારે રાત્રે આઇશી ઘોષ અને અન્ય વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરવા પહોંચી હતી. આ દરમિયાન દીપિકા પાદુકોણે છાત્રસંઘના પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. દીપિકા પાદુકોણ વિદ્યાર્થી સંઘ તરફથી આયોજીત વિરોધ પ્રદર્શનમાં પણ સામેલ થઈ હતી. આ દરમિયાન જેએનયૂ વિદ્યાર્થી સંઘનો પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર પણ ત્યાં હાજર હતો. 


JNUમાં દીપિકા પાદુકોણની સામે જ લાગ્યા 'આઝાદી'ના નારા અને ટ્રેન્ડમાં આવી ગયું #BoycottChhapaak


છપાલ ફિલ્મનો બહિષ્કાર
દીપિકા પાદુકોણ (Deepika Padukone) મંગળવારે સાંજે જેએનયુ (JNU) પહોંચી અને કન્હૈયાકુમાર તથા અન્ય વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ. અહીં તેણે જેએનયુની અધ્યક્ષ આઈશી ઘોષ સાથે મુલાકાત કરી. તે સાંજે અચાનક જેએનયુ કેમ્પસના સાબરમતી ટી પોઈન્ટ પહોંચી. અહીં દીપિકા વિદ્યાર્થીઓના સમર્થનમાં લગભગ 10 મિનિટ સુધી હાજર રહી જો કે તેણે કોઈ નિવેદન આપ્યું નહીં. દીપિકાએ કન્હૈયાકુમાર અને જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન દીપિકાની સામે અમને જોઈએ આઝાદીના નારા પણ લાગ્યાં. દીપિકા ચૂપચાપ સમર્થન દર્શાવીને ત્યાંથી રવાના થઈ ગઈ. 


દીપિકાના જેએનયુમાંથી નીકળ્યા બાદ #BoycottChhapaak ટ્રેન્ડ કરવા લાગ્યો. આ હેશટેગ સાથે લોકો ટ્વીટ કરવા લાગ્યાં કે તેણે  દેશ તોડનારી તાકાતોનું સમર્થન કર્યું છે. તે પણ ઈચ્છે છે કે દેશના ટુકડાં થઈ જાય. લોકો તેની 10 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ 'છપાક'નો બોયકોટ  કરવાની માગણી કરવા લાગ્યાં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube